અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ
ભાગ નંબર ૫

હઝરત આદમ અ...
Ummah Post
12 October, 2024

અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ

ભાગ નંબર ૫

હઝરત આદમ અલયહિસ્સલામ

હઝરત આદમ અલયહિસ્સલામ એ પ્રથમ માનવી છે જેમનાથી દુનિયામાં વસતા મનુષ્યોની શરૂઆત થઈ છે. અલ્લાહ તઆલાએ તેમનો ખમીર (માટીનો ગારો) તૈયાર કરતા પહેલા ફરિશ્તાઓ (દેવદૂતો) ને કહ્યું: "ટૂંક સમયમાં જ હું માટીમાંથી એક એવી સૃષ્ટિ પેદા કરવાનો છું જેને પૃથ્વી પર આપણી ખિલાફત (પ્રતિનિધિત્વ) નું ગૌરવ પ્રાપ્ત થશે." તે મુજબ હઝરત આદમ અલયહિસ્સલામનો ખમીર માટીથી ગૂંદવામાં આવ્યો, પછી અલ્લાહ તઆલાએ તેમાં રૂહ (આત્મા) ફૂંકી દીધી, તો તે જ સમયે તેઓ એક જીવંત માણસ બની ગયા. તેમની સમક્ષ ફરિશ્તાઓને સજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો, તો તમામ ફરિશ્તાઓ અલ્લાહ તઆલાના આદેશનું પાલન કરતા સજદામાં પડી ગયા, પરંતુ શૈતાને પોતાના અભિમાન અને ઘમંડના કારણે ઇનકાર કરી દીધો અને કહેવા લાગ્યો: "હું તેના કરતાં ચઢિયાતો (શ્રેષ્ઠ) છું, કારણ કે તમે મને આગમાંથી પેદા કર્યો છે અને આદમને માટીમાંથી પેદા કર્યો છે." આ રીતે શૈતાન અલ્લાહના આદેશનો અનાદર કરીને હંમેશા માટે અલ્લાહની લાનત (ધિક્કાર) નો પાત્ર બની ગયો, અને તે જ સમયથી તે હઝરત આદમ અલયહિસ્સલામ અને તેમના સંતાનોનો દુશ્મન બની ગયો.

Share this article
એક હેરતઅંગેઝ શોધ: કીડીઓની વૈજ્ઞાનિક સમજણ
લેખો

એક હેરતઅંગેઝ શોધ: કીડીઓની વૈજ્ઞાનિક સમજણ

પરમદિવસે એક પુસ્તક વાંચી રહ્યો હતો.. તે દરમિયાન એક નાની માખી ઊડીને મારા પુસ્તક પર આવી બેઠી... પહેલાં તો મેં તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો.... પરંતુ તે ઊડી-ઊડીને પુસ્તક પર પાછી આવી બેસતી. આ જોઈને હું વિચારમાં પડી ગયો કે ખાલિકે (સર્જનહારે) કેવી-કેવી મખ્લૂક (જીવો) પેદા કરી છે. તેમનું સાઈઝ અને હરકતો જોઈને...