મદદ કરવાની અનોખી રીત 😆
જ્યારે હું પહેલીવાર સુપરફાસ્ટ ટ્રેનમાં સવાર થયો અને પહેલાથી હાજર મુસાફરોને પૂછ્યું કે "મોરાદાબાદ ક્યારે આવશે? મારે ઉતરવું છે."
તો મુસાફરોએ જણાવ્યું કે, "ભાઈ! આ સુપરફાસ્ટ ગાડી છે, મોરાદાબાદમાં ઉભી નથી રહેતી. મોરાદાબાદથી પસાર થશે પણ ઉભી નહીં રહે."
આ સાંભળીને હું ગભરાઈ ગયો... 😟 મુસાફરોએ કહ્યું, "ગભરાઓ નહીં! મોરાદાબાદમાં રોજ આ ટ્રેન ઘણી ખરી સ્લો (ધીમી) થઈ જાય છે, તમે એક કામ કરજો; જેવી ટ્રેન ધીમી પડે, તમે દોડતા દોડતા ટ્રેનમાંથી ઉતરી જજો અને આગળની તરફ વગર રોકાયે થોડે દૂર સુધી દોડજો. જે તરફ ટ્રેન જઈ રહી છે, તે તરફ જ દોડજો એટલે તમે પડશો નહીં."
આ વાતથી મને સંતોષ થયો.
મોરાદાબાદ આવતા પહેલા જ મુસાફરોએ મને ગેટ પર ઊભો કરી દીધો. મોરાદાબાદ આવતાની સાથે જ હું તેમના જણાવ્યા મુજબ પ્લેટફોર્મ પર કૂદ્યો 🦘 અને કંઈક વધુ પડતી ઝડપથી દોડી ગયો... 🏃🏃🏃
હું એટલો ઝડપથી દોડ્યો કે આગળના ડબ્બા સુધી પહોંચી ગયો... 🚃🚃🚃
તે ડબ્બાના મુસાફરોએ જ્યારે મને ટ્રેનની સાથે દોડતો જોયો, ત્યારે ઝટ દઈને એકે મારો હાથ પકડ્યો અને બીજાએ શર્ટ પકડીને મને ખેંચીને પાછો ટ્રેનમાં ચડાવી લીધો! 😭😡😢
હવે ટ્રેને સ્પીડ પકડી લીધી હતી અને બધા મુસાફરો કહી રહ્યા હતા, "તારું નસીબ સારું છે કે તને આ ગાડી મળી ગઈ, બાકી આ સુપરફાસ્ટ ટ્રેન છે અને મોરાદાબાદમાં ઉભી નથી રહેતી!!" 😝😆