*મલફૂઝાન (કથનો) હકીમ-ઉલ-ઉમ્મત મુજદ્દિદ-ઉલ-મિલ્લત હઝરત મૌલાના...
Ummah Post
14 October, 2024

*મલફૂઝાન (કથનો) હકીમ-ઉલ-ઉમ્મત મુજદ્દિદ-ઉલ-મિલ્લત હઝરત મૌલાના મુહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્રાહી અલૈહ*

*શૈતાનમાં કઈ વાતની ખામી (કમી) છે?*

ઈરશાદ ફરમાવ્યો કે: માત્ર કોઈ વસ્તુને જાણી લેવી એ કંઈ એવો મોટો કમાલ (સિદ્ધિ) નથી, આ રીતે તો શૈતાન પણ બહુ મોટો આલિમ (વિદ્વાન) છે, મોટા-મોટા લોકોને બહેકાવે છે; તે તફસીર (કુઆર્નની વ્યાખ્યા) માં માહિર છે, હદીસથી વાકેફ છે, ફિકહ (ન્યાયશાસ્ત્ર) માં પૂર્ણ છે—એવું શું છે જે તે જાણતો નથી? જો તે વધુ ન જાણતો હોત, તો ઉલેમાઓ (વિદ્વાનો) ને કેવી રીતે બહેકાવી શકત.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ફન (કળા/ક્ષેત્ર) માં માહિર હોય છે, ત્યારે જ તે પોતાના કરતાં ઓછું જાણનારને ધોકો આપી શકે છે. તેનામાં (એટલે કે શૈતાનમાં) જો કોઈ કમી હોય, તો માત્ર એટલી જ છે કે તે પોતાના ઇલ્મ (જ્ઞાન) પર અમલ કરતો નથી.

*જેમ કે હદીસ શરીફમાં પણ આવ્યું છે કે એવું ઇલ્મ (જ્ઞાન) જે અમલ કરવા માટે ન હોય, તે જહન્નમ (નરક) નું કારણ બને છે.*

(ફૈઝાને મુજદ્દિદ, પાના નંબર ૧૫૨)

Share this article
પ્રખ્યાત અરબી વાર્તા: "સત્યના સાક્ષી"
લેખો

પ્રખ્યાત અરબી વાર્તા: "સત્યના સાક્ષી"

કહેવાય છે કે એક ગામ એવું હતું જે જૂઠું બોલવા અને ખોટી સાક્ષી આપવા માટે પ્રખ્યાત હતું. આ જ ગામમાં એક પુરુષ અને સ્ત્રીએ ગુપ્ત રીતે, પરંતુ સંપૂર્ણ શરઈ રીતે નિકાહ કરી લીધા. કાઝી, સાક્ષીઓ અને શરઈ જરૂરિયાતો બધું જ પૂર્ણ હતું. થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ થઈ ગયો. પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને તેન...