ઇમામ અહમદ બિન હમ્બલ રહમતુલ્રાહી અલૈહ ફરમાવે છે:
’’قلَّ رَجُل يَأْخُذ كتابا ينظر فِيہِ إِلَّا اسْتَفَادَ مِنْہُ شَيْئا‘‘
"બહુ ઓછું એવું બને છે કે માણસ કોઈ પુસ્તક હાથમાં લે અને તેમાંથી તેને કોઈ ફાયદો ન મળે."
એટલે કે: જ્યારે પણ તમે કોઈ પુસ્તક ખોલશો, ત્યારે તેમાંથી ચોક્કસપણે કંઈક ફાયદો થશે જ. તેથી પુસ્તકોનું મુતાલા (વાંચન) કરતા રહો.
(અલ-ઇલલ વ મઅરિફતુર-રિજાલ લિ-અબ્દુલ્લાહ બિન અહમદ બિન હમ્બલ: ૨૩૯૩, ભાવાર્થ અનુવાદ)