. 💐 *ગમ-પ્રૂફ દિલ (દુઃખ મુક્ત હૃદય)* 💐
"મવાઇઝ-એ-દર્દ-એ-મુ...
Ummah Post
25 January, 2021

. 💐 *ગમ-પ્રૂફ દિલ (દુઃખ મુક્ત હૃદય)* 💐

"મવાઇઝ-એ-દર્દ-એ-મુહબ્બત" પુસ્તકનો સારાંશ (આરિફ બિલ્લાહ હઝરત અકદસ મૌલાના શાહ હકીમ અખ્તર સાહેબ)

પસંદગી અને સંક્ષિપ્તિકરણ: *હુઝૈફા માંગરોલી*

___________________________

એ જરૂરી નથી કે બાહ્ય (ઝોહિર) મોજશોખથી આંતરિક (બાતિન) સુખ પ્રાપ્ત થઈ જાય. એર કંડિશનર આપણી ચામડીને તો ઠંડી કરી શકે છે પણ દિલની આગને ઠારી શકતું નથી. જો અલ્લાહ નારાજ હોય તો શરીર ગમે તેટલા આરામમાં હોય, પણ દિલ અઝાબ (તકલીફ) માં રહે છે અને ચેન મેળવી શકતું નથી. એક વડીલ (બુઝુર્ગ) ફરમાવે છે:

*દિલ ગુલિસ્તાન થા તો હર શૈ સે ટપકતી થી બહાર*

*દિલ બિયાબાન હો ગયા આલમ બિયાબાન હો ગયા*

આપણને બાહ્ય આરામની જેટલી ચિંતા છે, તેનાથી વધુ પોતાના હૃદય (કલ્બ) ને ખુદાવાળું બનાવવાની ચિંતા હોવી જોઈએ; નહીંતર એર કંડિશનરમાં પણ પરેશાનીઓ અને મુસીબતોથી દિલ ગરમ (વ્યાકુળ) રહેશે. હજારો-લાખો રૂપિયા હોવા છતાં પણ હૃદય ગમગીન, ચિંતિત અને પરેશાન રહેશે.

મૌલાના રૂમી ફરમાવે છે:

*આઁ યકે દર કુંજે મસ્જિદ મસ્ત ઓ શાદ*

*વાઁ યકે દર બાગ તુર્શ ઓ નામુરાદ*

એટલે કે એક વ્યક્તિ મસ્જિદમાં સાદડી પર મસ્ત અને ખુશ છે અને એક વ્યક્તિ બાગમાં છે જ્યાં ચારેય તરફ ફૂલો છે પણ ગમોના કાંટાથી ગમગીન અને નિરાશ છે. આ ફૂલોની વચ્ચે રડી રહ્યો છે અને પેલો કાંટાઓની વચ્ચે હસી રહ્યો છે. હવે કોઈ કહે કે આ તો પરસ્પર વિરોધી બાબતોનું એકત્રીકરણ (ઇજ્તિમા-એ-ઝિદ્દૈન) છે, દુઃખમાં અલ્લાહ તઆલા કેવી રીતે ખુશ કરી દે છે? તો હું કહું છું કે કેમ સાહેબ! આ વોટરપ્રૂફ ઘડિયાળો સ્વિટ્ઝરલેન્ડ બનાવી રહ્યું છે, ચારેય તરફ પાણી જ પાણી છે, તે પાણી કેમ અસર નથી કરી રહ્યું? આ કેમ વોટરપ્રૂફ છે? અલ્લાહ પોતાના આશિકોના દિલને પણ 'ગમ-પ્રૂફ' (દુઃખ મુક્ત) કરી દે છે. જેના દિલ પર અલ્લાહ તઆલાની રહમત અને કૃપાદ્રષ્ટિ (નઝરે ઇનાયત) હોય છે, તે હજારો ગમોની વચ્ચે પણ ખુશ અને ચિંતામુક્ત રહે છે.

Share this article
પરહેઝગાર ઉસ્તાદ અને સમજદાર શાગિર્દ (વિદ્યાર્થી)
લેખો

પરહેઝગાર ઉસ્તાદ અને સમજદાર શાગિર્દ (વિદ્યાર્થી)

હઝરત હકીમુલ ઉમ્મત થાનવી અને હઝરત શાહ વસીઉલ્લાહ ઇલાહાબાદી (નૂરુલ્લાહ મરકદહુમા) બંનેએ આ વાકિયો (પ્રસંગ) નકલ કર્યો છે કે એક પરહેઝગાર આલિમ બાળકોને ભણાવતા હતા. એક દિવસ તેમના ઘરમાં ગરીબી અને ભૂખમરો (ફક્ર વ ફાકા) હતો, ભૂખની તીવ્રતાથી તેમનો ચહેરો કરમાઈ ગયો હતો. જે વિદ્યાર્થીઓ (તલબા) ભણવા આવતા હતા તેમાંથી એક...