ઇસ્લામી તારીખ (ઇતિહાસ)
ભાગ નંબર ૬

હઝરત આદમ અલૈહિસ્સલામનુ...
Ummah Post
17 October, 2024

ઇસ્લામી તારીખ (ઇતિહાસ)

ભાગ નંબર ૬

હઝરત આદમ અલૈહિસ્સલામનું દુનિયામાં આગમન

હઝરત આદમ અલૈહિસ્સલામ જન્નતમાં એકલા રહેતા હોવાથી બેચેની અનુભવવા લાગ્યા, તો સાંત્વના માટે અલ્લાહ તઆલાએ તેમની ડાબી પાંસળીમાંથી હઝરત હવ્વા અલૈહિસ્સલામને પેદા કર્યા અને બંનેને આદેશ આપ્યો કે આ ઝાડ સિવાય, જન્નતની તમામ નેઆમતો (કૃપાઓ) નો ઉપયોગ કરો. શેતાને વસવસો (ભ્રમ) નાખીને બહેકાવ્યા કે આ ઝાડની વિશેષતા એ છે કે આનું ફળ ખાધા પછી તમે હંમેશા જન્નતમાં રહેશો, જેથી શેતાનના દગામાં આવીને તેમણે તે ઝાડનું ફળ ખાઈ લીધું, અલ્લાહ તઆલાએ આ ભૂલના કારણે જન્નતનો પોશાક ઉતારીને બંનેને દુનિયામાં મોકલી દીધા. હઝરત આદમ અલૈહિસ્સલામ પોતાની ભૂલ પર ખૂબ શરમાયા અને એક લાંબા સમય સુધી તૌબા અને અસ્તગફાર (ક્ષમા યાચના) કરતા કરતા અલ્લાહની સામે રડતા રહ્યા, પછી અલ્લાહ તઆલાએ તેમની તૌબા કબૂલ ફરમાવી. આ પછી દુનિયામાં હઝરત આદમ અલૈહિસ્સલામ અને હઝરત હવ્વા અલૈહિસ્સલામથી જ માનવજાતનો વંશવેલો શરૂ થયો.

Share this article
કરમાતી મશીન
લેખો

કરમાતી મશીન

આ વાર્તા સીરિયા (શામ) માં બની હતી, જેને એક દરજીના કારખાનાના માલિકે વર્ણવી છે. વાર્તાના કથાકાર કહે છે: હું એક દરજીના કારખાનાનો માલિક હતો. મારી એક પડોશણ હતી જેમના પતિ (શૌહર) અવસાન પામ્યા હતા અને તેઓ પોતાની પાછળ ત્રણ અનાથ (યતીમ) બાળકો છોડી ગયા હતા. એક દિવસ તે મારા કારખાનામાં આવી અને કહેવા લાગી: "...