ઇસ્લામી તારીખ (ઇતિહાસ)
ભાગ નંબર ૭

કાબીલ અને હાબીલ

કાબ...
Ummah Post
17 October, 2024

ઇસ્લામી તારીખ (ઇતિહાસ)

ભાગ નંબર ૭

કાબીલ અને હાબીલ

કાબીલ અને હાબીલ હઝરત આદમ અલૈહિસ્સલામના બે પુત્રો હતા. બંને વચ્ચે એક વાતને લઈને ઝગડો થઈ ગયો. કાબીલે હાબીલની હત્યા કરી નાખી, પૃથ્વી પર આ પ્રથમ મૃત્યુ હતું અને આ બાબતે હજી સુધી હઝરત આદમ અલૈહિસ્સલામની શરીઅતમાં કોઈ આદેશ મળ્યો ન હતો, તેથી કાબીલ પરેશાન હતો કે ભાઈના શવનું શું કરવું? અલ્લાહ તઆલાએ એક કાગડા દ્વારા તેને દફન કરવાની રીત શીખવી. આ જોઈને કાબીલ કહેવા લાગ્યો: હાય અફસોસ! શું હું એવો ગયો-ગુજરેલો (લાચાર) થઈ ગયો કે આ કાગડા જેવો પણ ન બની શક્યો. પછી તેણે પોતાના ભાઈને દફન કરી દીધો. અહીંથી જ દફન કરવાની પ્રથા ચાલી આવે છે. હુઝૂર સલ્લલ્લાહુ અલૈહી વ સલ્લમે કાબીલ વિશે ફરમાવ્યું: "દુનિયામાં જ્યારે પણ કોઈ વ્યક્તિની અન્યાયી રીતે હત્યા કરવામાં આવે છે, તો તેનો ગુનાહ હઝરત આદમ અલૈહિસ્સલામના પુત્ર (કાબીલ)ને જરૂર મળે છે, કારણ કે તે પ્રથમ વ્યક્તિ છે જેણે અન્યાયી હત્યાની શરૂઆત કરી અને આ નાપાક પ્રથા ચાલુ કરી." (મુસ્નદ અહમદ: ૩૬૨૩). એટલા માટે જ માણસે પોતાની જિંદગીમાં કોઈ ગુનાહની શરૂઆત (શોધ) ન કરવી જોઈએ, જેથી પછીથી તે ગુનાહ કરનારાઓનો ભાર (પાપ) તેના માથે ન આવે.

Share this article
ઇલ્મનો મંશૂર: શરઈ જ્ઞાનના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ ઘોષણાપત્ર અને શિખામણ (ભાગ બે)
લેખો

ઇલ્મનો મંશૂર: શરઈ જ્ઞાનના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ ઘોષણાપત્ર અને શિખામણ (ભાગ બે)

બિસ્મિલ્લાહ; રબ્બી યસ્સિર વ અઇન! (અલ્લાહના નામથી; હે મારા રબ, આસાની કર અને મદદ કર!) નોંધ: આ મંશૂર (ઘોષણાપત્ર)ના મુખાતિબ (સંબોધિત લોકો) માત્ર ઉલૂમે શરીઅત (ઇસ્લામિક શાસ્ત્ર)ના તલબા (વિદ્યાર્થીઓ) જ છે. ઇલ્મે શરઈને અલ્લાહ તઆલાએ 'કવલે થકીલ' (એક ભારે અને વજનદાર વાત) જાહેર કરી છે. આ બહુ ભારે વસ્તુ છે...