ઇસ્લામી તારીખ (ઇતિહાસ)
ભાગ નંબર ૮

હઝરત શીસ અલૈહિસ્સલામ...
Ummah Post
17 October, 2024

ઇસ્લામી તારીખ (ઇતિહાસ)

ભાગ નંબર ૮

હઝરત શીસ અલૈહિસ્સલામ

હાબીલની હત્યા પછી અલ્લાહ તઆલાએ હઝરત આદમ અલૈહિસ્સલામને હઝરત શીસ અલૈહિસ્સલામ જેવા નેક ફરઝંદ (પુત્ર) અર્પણ કર્યા. તેઓ હઝરત આદમ અલૈહિસ્સલામના સાચા જાનશીન (ઉત્તરાધિકારી) થયા અને આગળ જતાં સમગ્ર માનવજાતનો વંશવેલો તેમનાથી જ ચાલ્યો, અલ્લાહ તઆલાએ તેમને નબુવ્વત (પયગંબરી) થી નવાજ્યા અને પચાસ સહીફા (ધર્મપુસ્તિકાઓ) તેમના પર નાઝિલ ફરમાવ્યા. જ્યારે હઝરત આદમ અલૈહિસ્સલામનું અવસાન થયું, ત્યારે હઝરત જિબ્રઈલ અલૈહિસ્સલામના હુકમથી હઝરત શીસ અલૈહિસ્સલામે જ નમાઝ-એ-જનાઝા પઢાવી, તેમણે હઝૂરહ નામની સ્ત્રી સાથે નિકાહ કર્યા અને તેમનાથી એક દીકરો અને એક દીકરી જન્મ્યા, હઝરત શીસ અલૈહિસ્સલામે પોતાની જિંદગી મક્કામાં વિતાવી અને દર વર્ષે હજ અને ઉમરાહ કરતા રહ્યા. તેમને દિવસ અને રાતમાં વિવિધ ઇબાદતો (બંદગી) ની રીતો શીખવવામાં આવી હતી અને એક મોટા તોફાનના આવવા તેમજ સાત વર્ષ સુધી રહેવાની જાણ કરવામાં આવી હતી. હઝરત શીસ અલૈહિસ્સલામે નવસો બાર વર્ષનું આયુષ્ય મેળવ્યું, જ્યારે અવસાનનો સમય નજીક આવ્યો ત્યારે પોતાના પુત્ર અનૂશને અલ્લાહના આદેશો મુજબ જિંદગી વિતાવવાની વસીયત (શિખામણ) ફરમાવી, વફાત પામ્યા પછી પોતાના માતા-પિતાની પડખે જબલ અબી કુબૈસ (અબી કુબૈસ પર્વત) ની ગુફામાં દફન કરવામાં આવ્યા.

Share this article
જીવનનો સારાંશ – મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માનીના 20 સોનેરી સિદ્ધાંતો
લેખો

જીવનનો સારાંશ – મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માનીના 20 સોનેરી સિદ્ધાંતો

આદરણીય શૈખ-ઉલ-ઇસ્લામ મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની સાહેબને પૂછવામાં આવ્યું કે, "હઝરત, જીવનનો સારાંશ (ખુલાસો) શું છે?" હઝરતે આ 20 મુદ્દાઓ ફરમાવ્યા: (૧) દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો શુક્ર (આભાર) અદા કર્યા કરો. (૨) કોશિશ કરો કે આખી જિંદગીમાં કોઈ તમારી ફરિયાદ બીજા કોઈ માણસ પાસે ન કરે; પરવરદિગાર (ઈશ્વર)...