હઝરત સખ્ર (રઝિયલ્લાહુ અન્હુ) ખૂબ મોટા વેપારી હતા અને કારણ કે રસૂલુલ્લાહ ﷺ એ દુઆ ફરમાવી હતી:
اللَّهُمَّ بَارِكْ لِأُمَّتِي فِي بُكُورِهَا
"હે અલ્લાહ! મારી ઉમ્મતને સવારના વહેલા સમયમાં બરકત આપ."
તેથી તેઓ હંમેશા પોતાના વેપારનો સામાન સવારમાં વહેલા રવાના ફરમાવતા હતા અને સારો એવો નફો મેળવતા હતા.
(અબૂ દાઊદ, કિતાબ અલ-જિહાદ, બાબ ફી અલ-ઇબ્તિકાર ફી અસ્-સફર)