*અદ્ભુત શાયરી અને તેનો અનુવાદ*
ﻭَﺇﻥْ ﺿَﺎﻗَﺖْ ﺑِﻚَ ﺍﻷﺣْﻮَﺍﻝُ ﻳَﻮْﻣﺎً
فبِالأﺳْﺤَﺎﺭِ ﺻَﻞِّ ﻋَﻠَﻰ ﻣُﺤَﻤَّﺪ
*જ્યારે પણ કોઈ દિવસે તમારા પર મુશ્કેલ સંજોગો આવી પડે, તો રાતના છેલ્લા પ્રહરમાં મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પર દરૂદ મોકલવાનું આયોજન કરો.*
ﻭ ﻻ ﺗَﺘْﺮُﻙْ ﺭَﺳُﻮﻝَ ﺍﻟﻠﻪِ ﻳَﻮْﻣﺎً
ﻓَﻤَﺎ ﺃﺣْﻠَﻰ ﺍﻟﺼَّﻼﺓُ ﻋَﻠَﻰ ﻣُﺤَﻤَّﺪ
*જુઓ! આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પર દરૂદ મોકલવું એ એટલી મધુર ઇબાદત છે કે કોઈ પણ દિવસ નબી કરીમ ﷺ પર દરૂદ પઢ્યા વિના ન જવા દો.*
ﺷِﻔَﺎﺀٌ ﻟِﻠﻘُﻠُﻮﺏِ ﻟَﻬَﺎ ﺿِﻴَﺎﺀٌ
ﻭَﻧُﻮﺭٌ ﻣُﺴْﺘَﻤَﺪٌ ﻣِﻦْ ﻣُﺤَﻤَّﺪ
*આપ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) પર દરૂદ મોકલવાથી નૂર, રોશની અને દિલને શિફા (શાંતિ/તંદુરસ્તી) પ્રાપ્ત થાય છે.*
ﺑِﻬَﺎ ﻳُﺴْﺮٌ ﻭﺗَﻔْﺮِﻳﺞٌ ﻟِﻜَﺮْﺏٍ
ﻟِﻤَﻦ *ﺃﻫْﺪَﻯ ﺍﻟﺼَّﻼﺓَ ﻋَﻠَﻰ ﻣُﺤَﻤَّﺪ
* જે કોઈ પણ વ્યક્તિ નબી કરીમ ﷺ પર દરૂદ મોકલે છે, તો તેની બરકતથી તકલીફો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે અને આસાનીઓ પ્રાપ્ત થશે, ઇન્શાઅલ્લાહ.*
ﻭَﺃﻓْﻀَﻠُﻬَﺎ ﺇﺫﺍ ﻣَﺎ ﻛُﻨْﺖَ ﻳَﻮْﻣﺎً
ﺑِﺮَﻭْﺿَﺘِﻪِ تُصلى ﻋَﻠَﻰ ﻣُﺤَﻤَّﺪ
*પછી આ દરૂદની ફઝીલત (મહત્વ) અને કદર-ઓ-મંઝિલતના શું કહેવા જ્યારે તમે તેમના રૌઝા-એ-મુબારક (પવિત્ર મઝાર) પર હાજર થઈને તેમને દરૂદ-ઓ-સલામ પેશ કરશો.*
ﺗُﺼَﻠِّﻲ ﺑِﺎﺷْﺘِﻴَﺎﻕٍ ﻓﻲ ﻣَﻘَﺎﻡٍ
ﻋَﺬِﻴﻢِ ﺍﻟﺸَﺄﻥِ ﻳَﺴْﻤَﻌُﻬَﺎ ﻣُﺤَﻤَّﺪ
*તમે જેટલા પણ શોખ અને મહોબ્બતથી દરૂદ પઢી શકો છો જરૂર પઢો, કારણ કે ત્યાં નબી કરીમ ﷺ પોતે તેને સાંભળે છે.*
ﻓَﻴَﺎ ﺳَﻌْﺪ ﺍﻟﺬﻱ ﻗَﺪْ ﺟَﺎﺀَ ﻳَﻮْﻣﺎً
ﻭَﻗَﺪْ ﺃﻫْﺪَﻯ ﺍﻟﺴَّﻼﻡَ ﻋَﻠَﻰ ﻣُﺤَﻤَّﺪ
*એ માણસ કેટલો નસીબદાર છે જેણે પહેલા તેમની તરફ દરૂદની ભેટ મોકલી હોય અને પછી એક દિવસ પોતે પણ તેમની ખિદમતમાં પહોંચી ગયો હોય.*
*ﺗَﻘِﻲٌ ﺑَﻞْ ﺳَﻌِﻴﺪٌ ﻣُﺴْﺘَﺠَﺎﺏٌ*
*ﻭَﻳَﻮْﻡَ ﺍﻟﺤَﺸْﺮِ ﺷَﺎﻓِﻌُﻪُ ﻣُﺤَﻤَّﺪ*
*આવો માણસ મુત્તકી (પરહેઝગાર) છે, બલ્કે ઘણો નસીબદાર અને કબૂલિયત પામેલો છે કે કયામતના દિવસે મુહમ્મદ ﷺ તેના શફીઅ (સિફારિશ કરનાર) હશે.*
*સલ્લલ્લાહુ તઆલા અલયહી વ આલિહી વસલ્લમ*
****************************