શેખ-ઉલ-ઇસ્લામ હઝરત મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની (મદ ઝિલ્લહુલ આ...
Ummah Post
10 November, 2024

શેખ-ઉલ-ઇસ્લામ હઝરત મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની (મદ ઝિલ્લહુલ આલી):

---

"સીધી સી વાત એ છે કે જો તમારો અભિપ્રાય બીજાના અભિપ્રાયથી અલગ હોય, તો તમે તમારો અભિપ્રાય વ્યક્ત કરી દો કે 'મારો અભિપ્રાય આ છે.' અને બીજાની વાત સાંભળી લો, જો સમજમાં આવે તો તેનો સ્વીકાર કરી લો અને જો સમજમાં ન આવે તો બસ એટલું કહી દો કે 'તમારી વાત સમજમાં નથી આવી, તમારી સમજમાં જે આવી રહ્યું છે તમે તે મુજબ અમલ કરો, અને મારી સમજમાં જે આવી રહ્યું છે હું તે મુજબ અમલ કરીશ.'

દલીલો (बहस) કરવાથી કંઈ હાંસલ થતું નથી; કારણ કે વાદ-વિવાદમાં દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે હું બીજા પર હાવી થઈ જાઉં, મારી વાત ઉપર રહે, અને તે બીજાને નીચો દેખાડવાની ચિંતામાં રહે છે. તેના પરિણામે પછી હક (સત્ય) અને બાતિલ (અસત્ય) વચ્ચેનો તફાવત બાકી રહેતો નથી, પરંતુ બસ એ જ ધૂન સવાર થઈ જાય છે કે ગમે તે રીતે બસ બીજાને નીચો દેખાડવો છે."

(સંદર્ભ: ઇસ્લાહી ખુતબાત, ભાગ ૧૦)

Share this article
હઝરત હકીમ-ઉલ-ઇસ્લામ કારી મોહમ્મદ તૈયબ સાહેબ રહમતુલ્લાહ અલયહ, "નાશ્તહ" (નાસ્તો) અને એક બંગાળી વિદ્યાર્થી
લેખો

હઝરત હકીમ-ઉલ-ઇસ્લામ કારી મોહમ્મદ તૈયબ સાહેબ રહમતુલ્લાહ અલયહ, "નાશ્તહ" (નાસ્તો) અને એક બંગાળી વિદ્યાર્થી

ડો. તાબિશ મેહદી પોતાની આત્મકથામાં લખે છે કે, અમારા વડીલ મિત્ર સ્વર્ગસ્થ મુફ્તી અબ્દુલ રઉફ મુન્સિફ મુબારકપુરીએ પોતાના વિદ્યાર્થીકાળનો એક કિસ્સો એકથી વધુ વખત સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું કે દારુલ ઉલૂમ દેવબંદમાં ક્યારેય નાસ્તાની વ્યવસ્થા રહી નથી, તેથી જે વિદ્યાર્થીઓ નાસ્તો કરવા માંગે છે તેઓ પોતપોતાની...