નામ મુહમ્મદ (ﷺ)... ખૂબ જ સુંદર અને અતિશય પ્યારું નામ...

ઈ...
Ummah Post
3 December, 2021

નામ મુહમ્મદ (ﷺ)... ખૂબ જ સુંદર અને અતિશય પ્યારું નામ...

ઈમાન કરતાં વધુ મુકદ્દમ (સર્વોપરી),

દીન (ધર્મ) કરતાં વધુ મુકદ્દસ (પવિત્ર),

ફરિશ્તાઓ કરતાં વધુ માસૂમ,

માતા-પિતા કરતાં વધુ મોહતરમ (આદરણીય),

માતા કરતાં વધુ મહેરબાન,

પિતા કરતાં વધુ શફીક (સ્નેહાળ),

સંતાન કરતાં વધુ અઝીઝ (પ્રિય),

જીવન કરતાં વધુ સજીલું (સુંદર),

ધબકારા કરતાં વધુ કીમતી,

જાન (જીવ) કરતાં વધુ પ્યારું,

લોહીના પરિભ્રમણ કરતાં વધુ મહેબૂબ,

શ્વાસ કરતાં વધુ મતલૂબ (ઇચ્છિત),

મધ કરતાં વધુ મીઠું,

આબે હયાત (અમૃત) કરતાં વધુ જીવન આપનારું,

ચશ્મા-એ-કૌસર કરતાં વધુ પારદર્શક,

બાળકો કરતાં વધુ માસૂમ,

જુવાની કરતાં વધુ પુરકશિશ (આકર્ષક),

પ્રૌઢાવસ્થા કરતાં વધુ મુદબ્બિર (શાણું),

ઘડપણ કરતાં વધુ ગંભીર (સંજીદા),

કુદરત (ફિતરત) કરતાં વધુ ખરું,

ઝાકળ (શબનમ) કરતાં વધુ પાકીઝા (પવિત્ર),

સવારના સૂર્યોદયના દ્રશ્ય કરતાં વધુ દિલકશ,

સાંજની નમતી વેળા કરતાં વધુ સુહાનુ,

વસંત ઋતુ (મોસમ-એ-બહાર) કરતાં વધુ શાદાબ (લીલુંછમ),

પરોઢની ઠંડી હવાની લહેર (નસીમ-એ-સહરી) કરતાં વધુ લતીફ (કોમળ),

કળી કરતાં વધુ અફીફ (પવિત્ર),

ગુલાબ કરતાં વધુ શગુફ્તા (ખીલેલું),

આકાશ કરતાં વધુ બેકરાં (અસીમ),

સૂર્ય કરતાં વધુ તાબિંદા (ચમકદાર),

કિરણ કરતાં વધુ ઉજળું,

ચાંદની કરતાં વધુ લતીફ (નાજુક),

વીજળી (બર્ક) કરતાં વધુ તવાના (શક્તિશાળી),

વાદળ કરતાં વધુ ગહરબાર (વરસનારું),

સમુદ્ર કરતાં વધુ રાજદાર,

નદી (દરિયા) કરતાં વધુ સખી (ઉદાર),

પર્વત કરતાં વધુ બુર્દબાર (સહનશીલ),

ખડક કરતાં વધુ મજબૂત,

મોહબ્બત કરતાં વધુ લાઝવાલ (અમર),

સમય કરતાં વધુ જાવેદાં (શાશ્વત),

શબ્દ (લફ્ઝ) કરતાં વધુ પાયદાર (સ્થાયી),

સત્ય કરતાં વધુ ઉસ્તવાર (મક્કમ),

મોતી કરતાં વધુ મુનઝ્ઝહ (નિર્મળ),

હકીકત કરતાં વધુ સાચું,

અકીદત (શ્રદ્ધા) કરતાં વધુ સુચ્ચું,

ઇરાદત (નિષ્ઠા) કરતાં વધુ બાકમાલ,

સૌંદર્ય (હુસ્ન) કરતાં વધુ મનમોહક,

મલમ (મરહમ) કરતાં વધુ આસુદગી (રાહત) આપનારું,

છાયાડાવાળા વૃક્ષ કરતાં વધુ મુસાફર-નવાઝ,

ફળોથી લદેલી ડાળી કરતાં વધુ કુશાદા-દસ્ત (ઉદાર),

અબ્રે કરમ (કૃપાના વાદળ) કરતાં વધુ ગરીબ-પરવર,

ઉષ્મા (હરારત) કરતાં વધુ ઉર્જાવાન,

સ્મિત (મુસ્કુરાહટ) કરતાં વધુ બેરિયા (નિષ્કપટ),

સર્જન (તખ્લીક) કરતાં વધુ બેસાખ્તા (કુદરતી),

સત્તા (ઇક્તેદાર) કરતાં વધુ મુહ્તશમ (શાનદાર),

ફોલાદ કરતાં વધુ મજબૂત,

લાલ વ ગૌહર (માણિક અને મોતી) કરતાં વધુ કીમતી,

જ્ઞાન અને સદ્ગુણોના અખૂટ ખજાનાથી ભરપૂર.

જીવન વીતી ગયા અને કલમો તૂટી ગઈ,

આપના ગુણો (ઔસાફ) નું એક પ્રકરણ (બાબ) પણ પૂરું ન થઈ શક્યું.

કયામતના દિવસે મુહમ્મદ (ﷺ) ની શફાઅત (ભલામણ) ની દુઆનો તાલિબ,

મૌલાના અનસ મેમણ પાલનપુરી અફી અન્હુ.

Share this article
ઇમામ શાફઈ (રહ.) ની મરઝ-ઉલ-વફાત (અંતિમ બીમારી) ની હાલત
લેખો

ઇમામ શાફઈ (રહ.) ની મરઝ-ઉલ-વફાત (અંતિમ બીમારી) ની હાલત

ઇમામ મુઝની (રહ.) ફરમાવે છે: હું હઝરત ઇમામ શાફઈ રહમતુલ્લાહી અલયહીની મરઝ-ઉલ-વફાત (અંતિમ બીમારી) માં તેમની પાસે હાજર થયો અને તેમને વિનંતી કરી: "આપે કઈ હાલતમાં સવાર કરી છે?" ફરમાવ્યું: "આજે દુનિયામાંથી વિદાય લેવાનો છું, મિત્રોને છોડવાનો છું, મોતનો પ્યાલો પીવાનો છું, પોતાના ખરાબ કર્મો (આમાલ) ને મળવાનો છુ...