જીવનમાં આપણે કેટલાય મોરચે લડી રહ્યા હોઈએ છીએ—ઘર, કામ અને સંબ...
Ummah Post
12 November, 2024

જીવનમાં આપણે કેટલાય મોરચે લડી રહ્યા હોઈએ છીએ—ઘર, કામ અને સંબંધો, દરેકની પોતાની જવાબદારીઓ અને અપેક્ષાઓ હોય છે. આપણા ઘરના લોકો આપણા રોજિંદા સંઘર્ષ અને નોકરીના દબાણને નથી સમજતા, અને આપણી નોકરી આપણા અંગત જીવન અને ઘરની જરૂરિયાતોથી અજાણ રહે છે. મિત્રો, સહકર્મીઓ અને સ્નેહીજનો પણ આપણી નવી અને જૂની જવાબદારીઓનો બોજ હંમેશા પૂરેપૂરો સમજી શકતા નથી.

જીવનની આ સફરમાં, તમારો જીવનસાથી તમારી પાસેથી બિનશરતી પ્રેમ અને સમર્થનની અપેક્ષા રાખે છે, ભલે તમે ગમે તેટલા દબાણમાં હોવ અને ભલે તમે તેમને ગમે તેટલું સમજાવવાનો પ્રયત્ન કરો. તમારું દરેક પગલું અને તમારો દરેક ત્યાગ (કુરબાની) અવારનવાર નજરઅંદાજ થઈ જાય છે, અને આ એક એવી વસ્તુ છે જેને મોટે ભાગે કોઈ જોતું કે સમજતું નથી. તમારા દિલની સ્થિતિ અને તમારી ખામોશીમાં છુપાયેલા બલિદાનો મોટાભાગના લોકો માટે છુપાયેલા રહે છે, પરંતુ આ બધું હોવા છતાં, તમે દરરોજ મક્કમતાથી આગળ વધો છો. ❤️‍🩹

Share this article
ગ્લાસ ન બનો પણ તળાવ (ઝીલ) બની જાઓ
લેખો

ગ્લાસ ન બનો પણ તળાવ (ઝીલ) બની જાઓ

એક યુવાન પોતાના જીવનની બાબતોથી ઘણો પરેશાન હતો. એક દિવસ એક દરવેશ (સંત) સાથે મુલાકાત થઈ તો પોતાનો હાલ કહી સંભળાવ્યો. કહેવા લાગ્યો કે બહુ પરેશાન છું. આ દુઃખ અને પરેશાનીઓ હવે મારી સહનશક્તિની બહાર છે. લાગે છે કદાચ મારું મૃત્યુ જ મને આ ગમોમાંથી મુક્તિ અપાવી શકે છે. દરવેશે તેની વાત સાંભળી અને કહ્યું, "જ...