આપણા દેશમાં તલાક બિલ બન્યું, તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો...
Ummah Post
14 December, 2023

આપણા દેશમાં તલાક બિલ બન્યું, તેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ અજાણ્યો માણસ આવીને કહી દે કે ફલાણા પુરુષે પોતાની પત્નીને ત્રણ તલાક આપી દીધા, તો તેને બે વર્ષની જેલ અને તેણે તે જ સ્ત્રી સાથે જિંદગી વિતાવવી પડશે, અને એ જ રીતે જેલમાં રહેવાના સમયગાળા દરમિયાન પત્નીને ખર્ચ પણ આપવો પડશે, આ તો એક મૂર્ખામીભર્યું બિલ છે; ત્રણ તલાક આપી ચૂક્યો, તલાક થઈ ચૂક્યા, પરંતુ અદાલત એમ કહી દે છે કે આ તલાક થયા નથી અને તે બિચારો કાયદાના ડરથી પોતાની પત્નીને દૂર કરી શકતો નથી, અને શરીઅતના ડરથી તેને મળી શકતો નથી. આ સ્ત્રીઓ સાથે ભલાઈ નથી થઈ, તેમને પણ હિન્દુ સ્ત્રીઓની જેમ લટકાવી દેવાનો નિર્ણય થયો છે. કોઈ માણસ જેલમાં હોય તો પોતાની પત્નીને ખર્ચ કેવી રીતે આપશે? અને શું તે પછી જેલમાંથી આવ્યા બાદ તેની સાથે રહેશે? શું તે નફરતનો ગુબાર, મુકદ્દમાબાજી અને અદાલતી કાર્યવાહીનો ગુબાર દિલમાંથી એટલી જલ્દી નીકળી જશે કે તે તે સ્ત્રીને રાખવા માટે તૈયાર થઈ જશે? તલાક બિલ વિશે સરકાર ભલે ગમે તે કહેતી હોય, પણ આ સ્ત્રીઓને ઉદ્ધત (બેબાક) બનાવવાનો રસ્તો છે, અને જે સ્ત્રીને પતિ પાસે ગયા વગર, તેના ઘરમાં રહીને તેની સેવા કર્યા વગર દર મહિને પાંચ હજારથી પંદર હજાર સુધીની રકમ મળતી હોય, શું તે સ્ત્રી કોઈ પુરુષ સાથે નિકાહ કરશે? ઘરે બેઠા બેઠા તેને પૈસા મળતા હોય પોતાના છોડી દેનારા પતિ તરફથી, શું તે બીજા નિકાહનું મન બનાવવાનો પ્રયત્ન કરશે? અને તે પુરુષ કેવી રીતે સહન કરશે કે જે સ્ત્રી મારા નિકાહમાં રહી નથી, હું તેના પર ખર્ચ કેવી રીતે કરું? તો પછી તેના માટે નફકા (ભરણપોષણ) આપવા કરતાં કતલ કરવું વધુ સરળ છે; કતલ સરળ થઈ ગયું, તલાકને મુશ્કેલ કરી દેવામાં આવ્યું.

Share this article
કમાલ છે ભાઈ!
લેખો

કમાલ છે ભાઈ!

અમારા ઘરની નજીક એક બેકરી છે. અવારનવાર સાંજના સમયે કામ પરથી પાછા ફરતી વખતે હું ત્યાંથી સવારના નાસ્તા માટે થોડો સામાન લઈને ઘરે જાઉં છું. આજે જ્યારે હું સામાન લઈને બેકરીમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અમારા પડોશી ઇરફાન ભાઈ મળી ગયા. તેઓ પણ બેકરીમાંથી બહાર આવી રહ્યા હતા. મેં સલામ-દુઆ કરી અને પૂછ્યું, "...