"તમારા દુશ્મનને પ્રશંસા (વખાણ) થી બરબાદ કરો!"
દુશ્મની વિશે મેં વાંચેલી આ એક ખૂબ જ ઊંડી (ગહન) વાત છે.
તત્વજ્ઞાની સીવરાન (Cioran) નું કહેવું છે કે દુશ્મનથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે બધી જગ્યાએ તેના વખાણ કરો, અને આ વાત તેના સુધી પહોંચી જાય.
જ્યારે તેને ખબર પડશે કે તમે તેના વખાણ કરી રહ્યા છો, ત્યારે તે તમને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ગુમાવી દેશે.
આ રીતે તમે તેની દુશ્મનીનું કારણ જ ખતમ કરી દીધું.
તે તમારા પર હુમલા ચાલુ રાખશે, પરંતુ કોઈ ઉત્સાહ અને સતત મહેનત વિના, કારણ કે તેણે દિલથી તમને નફરત કરવાનું છોડી દીધું છે.
તે હારી ચૂક્યો છે, જો કે તેને પોતાની હારની ખબર નથી.