♦️♦️ *ઉસ્તાદની બે-અદબી (અનાદર)નું પરિણામ* ♦️♦️
મુફક્કિર-એ-ઇસ્લામ હઝરત મૌલાના અલી મિયાં સાહેબ નદવી રહિતે એક ઘટના નકલ કરી છે, તેઓ ફરમાવે છે કે અમારી સાથે એક વિદ્યાર્થી ભણતો હતો, તેનું નામ અહમદ અલી નિગરામી હતું, હઝરતે તેમનું નામ પોતાની કિતાબમાં પણ નકલ કર્યું છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ બુદ્ધિશાળી હતો. જ્યારે તે અરબી દ્વિતીય વર્ષમાં પહોંચ્યો ત્યારે તે અરબી શીખવા લાગ્યો અને જ્યારે તે અરબી તૃતીય વર્ષમાં પહોંચ્યો ત્યારે તે અસ્ખલિત અરબી બોલતો હતો, બધા ઉસ્તાદોને તેના પર નાઝ (ગર્વ) હતો. પરંતુ હઝરત મૌલાના સૈયદ સુલેમાન નદવી રહિતે જ્યારે પોતાનો સંબંધ હઝરત થાનવી રહિ૦ સાથે કાયમ કર્યો, ત્યારે નદવાના કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ કર્યો અને સ્ટ્રાઈક (હડતાળ) કરી, તો આ વિદ્યાર્થી તેમાં સૌથી આગળ હતો. તે વિદ્યાર્થી હજુ વિદ્યાર્થીકાળમાંથી ફારિગ (મુક્ત) થયો ન હતો ત્યાં જ તેને બીમારી લાગી ગઈ, એટલી ખતરનાક બીમારી લાગી કે તેના ઘરના લોકોએ તેને હાથ-પગ બાંધીને ઘરમાં રાખી દીધો. તેઓ ફરમાવે છે કે મારા ભાઈ અબ્દુલ અલી સાહેબ રહિ૦ જેઓ ડૉક્ટર હતા, તેમને બોલાવવામાં આવ્યા કે આ કઈ બીમારીમાં સપડાઈ ગયો છે? ત્યારબાદ તેમણે ઘણી સારવાર કરી, પણ તે સાજો થયો નહીં. હું મારા ઉસ્તાદની ખિદમતમાં ગયો અને કહ્યું, 'હઝરત! આ વિદ્યાર્થીએ તમને બહુ સતાવ્યા છે, તમે તેને કોઈ બદદુઆ (શાપ) તો નથી આપી ને?' તેઓ ફરમાવે છે કે હઝરતે કોઈ જવાબ આપ્યો નહીં. પછી મેં કહ્યું, 'હઝરત! જો બદદુઆ આપી હોય તો માફ કરી દો, તેની તરફથી હું માફી માંગું છું, કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી વિદ્યાર્થી હતો.' હઝરતે મને કંઈ કહ્યું નહીં એટલે હું પાછો આવી ગયો.
બીજા દિવસે જ્યારે હું ગયો ત્યારે હઝરતે કહ્યું કે ઠીક છે, મેં તેને માફ કરી દીધો છે અને તેના માટે દુઆ પણ કરી છે. તેઓ ફરમાવે છે કે ત્રીજા જ દિવસે મેં તેને બજારમાં જોયો કે તે બજારમાં સહી-સલામત જઈ રહ્યો હતો. મને પૂરી આશા હતી કે તે ઘણું કામ કરશે, તે મારા કરતાં પણ સારું લખનાર હતો, પરંતુ એક અઠવાડિયા પછી ખબર પડી કે એક અકસ્માતમાં તેનું અવસાન (ઇન્તેકાલ) થઈ ગયું.
📚 માસિક અલ-ફારૂક, ઝુલ-કાદા ૧૪૩૧ હિં. પૃષ્ઠ: ૧૨
મનકૂલ (ઉદ્ધૃત).