ફરમાવ્યું (મૌલાના અશરફ અલી થાનવી, રહમતુલ્લાહ અલયહ એ): હવે તો બસ મુસલમાનોએ જોઈએ કે બધા ભેગા મળીને અલ્લાહ તઆલા પાસે દુઆ કરે, પરંતુ અફસોસ છે કે મુસલમાનોની એવી માન્યતા (અકીદો) થઈ ગઈ છે કે અલ્લાહ મિયાં દુઆ કબૂલ નથી કરતા અને આ વાત તદ્દન વાસ્તવિકતાની વિરુદ્ધ (ખોટી) છે. મુસલમાનોની દુઆ તો દૂરની વાત છે, અલ્લાહ તઆલાએ તો શૈતાનની દુઆને પણ રદ નથી ફરમાવી, મંજૂર ફરમાવી અને તે પણ એવી હાલતમાં જ્યારે તેને મરદૂદ (દુત્કારીને કાઢી મૂકવામાં) આવી રહ્યો હતો. જે મુજબ ઈરશાદ (આદેશ) છે: قَالَ رَبِّ فَأَنظِرۡنِيٓ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ (३६) قَالَ فَإِنَّكَ مِنَ ٱلۡمُنظَرِينَ (३७) إِلَىٰ يَوۡمِ ٱلۡوَقۡتِ ٱلۡمَعۡلُومِ (३८) (તેણે કહ્યું: હે મારા રબ! મને તે દિવસ સુધીની મોહલત આપ જ્યારે લોકો ફરીથી ઉઠાડવામાં આવશે. અલ્લાહ એ ફરમાવ્યું: તો ચોક્કસ તું મોહલત આપવામાં આવેલા લોકોમાંથી છે, એક નક્કી કરેલા સમયના દિવસ સુધી). અને વળી દુઆ પણ એટલી મોટી માંગી છે કે કોઈ નબીએ પણ આજ સુધી નથી માંગી.
Ummah Post