⭐ અંબિયાઓ (પયગંબરો) ની દુઆઓમાંથી:

➊ આદમ (અલૈ.) ની દુઆ:...
Ummah Post
20 November, 2024

⭐ અંબિયાઓ (પયગંબરો) ની દુઆઓમાંથી:

➊ આદમ (અલૈ.) ની દુઆ:

• "હે અમારા રબ! અમે અમારી જાન પર જુલમ કર્યો, અને જો તું અમને માફ નહીં કરે અને અમારા પર રહમ નહીં કરે, તો ચોક્કસ અમે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ જઈશું."

➋ યુનુસ (અલૈ.) ની દુઆ:

• "તારા સિવાય કોઈ ઈલાહ (પૂજ્ય) નથી, તું પવિત્ર છે, બેશક હું જ ઝાલિમો (ગુનેગારો) માંથી હતો."

➌ અમારા નબી મુહમ્મદ (સલ્લ.) ની સૌથી વધુ કરવામાં આવતી દુઆ:

• "હે અમારા રબ! અમને દુનિયામાં પણ ભલાઈ આપ અને આખિરત (પરલોક) માં પણ ભલાઈ આપ, અને અમને આગ (જહન્નમ) ના અઝાબથી બચાવ."

Share this article
પિતાનો ઉપદેશક જવાબ
લેખો

પિતાનો ઉપદેશક જવાબ

અબુલ કલામ કહે છે: એક રાત્રે જમવાના સમયે મારી માતાએ શાક અને બળેલી રોટલી મારા પિતાની સામે મૂકી દીધી. હું પિતાની પ્રતિક્રિયાની રાહ જોતો રહ્યો કે કદાચ તેઓ ગુસ્સો કરશે, પરંતુ તેમણે ખૂબ જ શાંતિથી ભોજન લીધું અને સાથે જ મને પૂછ્યું કે આજે સ્કૂલમાં મારો દિવસ કેવો રહ્યો? મને યાદ નથી કે મેં શું જવાબ આપ્ય...