હે વ્યાકુળ દિલ (દિલ-એ-મુઝતરિબ)! તારી શાંતિ (સુકૂન) ક્યાં ખોવ...
Ummah Post
1 January, 2024

હે વ્યાકુળ દિલ (દિલ-એ-મુઝતરિબ)! તારી શાંતિ (સુકૂન) ક્યાં ખોવાઈ ગઈ, તારી ખુશી શું થઈ, તારો ચેન કોણે બરબાદ કરી દીધો? તું પણ અજીબ છે, થોડી મુશ્કેલથી પ્રાપ્ત થતી (મુશ્કિલ-ઉલ-હુસૂલ) ઈચ્છાઓ પાછળ પડીને તેં તારા સુકૂન અને સંતોષને જ દાવ પર લગાડી દીધો!!!

જો! સુકૂનથી મોટી કોઈ દોલત નથી, ખુશ રહેતા શીખ! સાદું પાણી પીને, વૃક્ષો અને દીવાલોના પડછાયામાં બેસીને, આ થોડા દિવસોની જિંદગી પછીની કાયમી (શાશ્વત) શાંતિ વિશે વિચારીને. ખુશ રહેતા શીખ! હોલા અને કોયલના ગીતો સાંભળીને, બુલબુલના મંત્રમુગ્ધ કરી દેનારા અવાજોથી મંત્રમુગ્ધ થઈને, પતંગિયાને દીવાની આસપાસ ઘૂમતું જોઈને.

ચકલીઓના કલરવ અને નદીઓના પ્રવાહના અવાજને અનુભવ કર! પોતાના મનની દુનિયા વસાવ! એકલતા સાથે દિલ લગાડ, પુસ્તકોને જીવથી વહાલા મિત્ર બનાવ! નિરાશા છોડ અને મહેનતથી કામ કર, અને આ બધાની સાથે સાથે રબ (ઈશ્વર)નું નામ લે.

Share this article
એક હેરતઅંગેઝ શોધ: કીડીઓની વૈજ્ઞાનિક સમજણ
લેખો

એક હેરતઅંગેઝ શોધ: કીડીઓની વૈજ્ઞાનિક સમજણ

પરમદિવસે એક પુસ્તક વાંચી રહ્યો હતો.. તે દરમિયાન એક નાની માખી ઊડીને મારા પુસ્તક પર આવી બેઠી... પહેલાં તો મેં તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો.... પરંતુ તે ઊડી-ઊડીને પુસ્તક પર પાછી આવી બેસતી. આ જોઈને હું વિચારમાં પડી ગયો કે ખાલિકે (સર્જનહારે) કેવી-કેવી મખ્લૂક (જીવો) પેદા કરી છે. તેમનું સાઈઝ અને હરકતો જોઈને...