આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે (ICC) ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. આ નિર્ણય ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અત્યાચારોના આધારે લેવામાં આવ્યો છે. હમાસના સૈન્ય નેતા મોહમ્મદ દૈફ વિરુદ્ધ પણ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ગાઝામાં ઇઝરાયેલી હુમલાઓને કારણે 44 હજારથી વધુ ફિલિસ્તીનીઓ શહીદ થયા છે, લાખો લોકો બેઘર બન્યા છે અને પાયાની સુવિધાઓથી વંચિત થઈ ગયા છે. ઇઝરાયેલે અદાલતના અધિકારક્ષેત્રને ફગાવી દીધું છે.
Ummah Post