ચંગીઝ ખાનના દરબારમાં ત્રણ લોકોની હત્યા (મૃત્યુદંડ) નો આદેશ થયો, તો એક સ્ત્રી રડતી અને ચીસો પાડતી દરબારમાં પહોંચી. તેમાંથી એક સ્ત્રીનો પતિ હતો, બીજો દીકરો અને ત્રીજો ભાઈ હતો. ચંગીઝ ખાને સ્ત્રીને કહ્યું, "તું આમાંથી કોઈ એકની પસંદગી કરી લે, હું તેની સજા માફ કરી દઈશ." તો સ્ત્રી કહેવા લાગી, "પતિ બીજો મળી જશે, દીકરો પણ બીજો જણાવી (પેદા કરી) લઈશ, પરંતુ ભાઈનો કોઈ વિકલ્પ (બદલો) મળી શકે નહીં." (તેથી હું ભાઈની જ પસંદગી કરું છું). ચંગીઝ ખાનને આ પસંદગી ગમી, તેથી તેણે ત્રણેયની સજા માફ કરી દીધી. (અલ-બિદાયા વન-નિહાયા, ઇબ્ને કસીર, અલ-તુર્કી આવૃત્તિ, દાર હિજ્ર 17 / 166)
Ummah Post