અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો સામે આવ્યો છે. દીવાનના વારસદારે સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે તેઓ અદાલતના નિર્ણયનું સન્માન કરે છે, પરંતુ દરેક દરગાહ અને મસ્જિદમાં મંદિરના દાવાને યોગ્ય માનતા નથી. તેમણે કહ્યું કે આ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે અને તેઓ મક્કમતાથી પોતાનો પક્ષ રજૂ કરશે. અદાલતે આ મામલાની આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ નક્કી કરી છે, જેમાં દરગાહ કમિટી, અલ્પસંખ્યક બાબતોના મંત્રાલય અને પુરાતત્વ વિભાગ (આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ) ને નોટિસ મોકલવામાં આવી છે.
Ummah Post