*"ઇમામ શ્રાફઈ પાસેથી શીખો; મતભેદ (ઇખ્તિલાફ) રાખવાના નિયમો (આ...
Ummah Post
28 November, 2024

*"ઇમામ શ્રાફઈ પાસેથી શીખો; મતભેદ (ઇખ્તિલાફ) રાખવાના નિયમો (આદાબ)"*

ઇમામ શાફઈના શિષ્યો (શાકિર્દો) માંથી એક શિષ્યનું નામ યુનુસ હતું. આ વિદ્યાર્થીને પોતાના ઉસ્તાદ ઇમામ શાફઈ સાથે કોઈ મુદ્દા પર મતભેદ થઈ ગયો. પોતાનો અભિપ્રાય આપ્યા પછી તે વિદ્યાર્થી ગુસ્સામાં ઊભો થયો અને તે દિવસે ક્લાસ અધૂરો છોડી, પોતાનો પાઠ અધૂરો મૂકીને પોતાના ઘરે ચાલ્યો ગયો!

જ્યારે રાત થઈ ત્યારે યુનુસના દરવાજે ટકોરા પડ્યા (દસ્તક થઈ).

ટકોરાનો અવાજ સાંભળીને જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો સામે ઇમામ શાફઈ ઊભા હતા, તે તેમને રાતના આ સમયે પોતાના ઘરની બહાર જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો…

ઇમામ શાફઈએ ફરમાવ્યું: "એ યુનુસ! સેંકડો વાતો આપણને પરસ્પર એક કરે છે (જોડે છે) અને માત્ર એક જ મુદ્દો આપણને જુદા પાડે છે." ..

"ઓહ યુનુસ, તમામ મતભેદોમાં પોતાના જ ધર્મ બંધુઓ સામે જીતવાનો પ્રયત્ન ન કરો.. ક્યારેક 'દિલોને જીતવા' એ 'ચર્ચા અને વાદ-વિવાદ જીતવા' કરતાં વધુ મહત્વનું હોય છે!"

"ઓહ યુનુસ, એ કિંમતી સંબંધોને બરબાદ ન કરો જે તમે અન્ય લોકો સાથે ખુશીની ક્ષણોમાં બનાવ્યા છે, અને એક દિવસ તમને તમારા આ જ સાથીઓ પાસે પાછા ફરવાની જરૂર પડી શકે છે."

"હું હંમેશા 'ભૂલ' ને ધિક્કારું છું... પરંતુ 'ભૂલ કરનાર' ને ધિક્કારતો નથી."

"અને 'પાપ' (અવજ્ઞા) ને દિલથી ધિક્કારો... પરંતુ 'ગુનેગાર' ને માફ કરીને તેના પર દયા કરો…"

"એ યુનુસ 'કહેનારની વાત' ની ટીકા કરી લો પરંતુ 'કહેનાર' ની ઇજ્જત અને તેનો આદર (અદબ) કરો..."

"આપણું મિશન 'બીમારીઓ' ને ખતમ કરવાનું છે… નહીં કે 'બીમારો' ને ખતમ કરવાનું.-"

Share this article
અલ્લાહની રહમત પર પૂર્ણ ભરોસો
લેખો

અલ્લાહની રહમત પર પૂર્ણ ભરોસો

હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ જ્યારે કોઈ દુઆ માંગતા અને આંખમાંથી કોઈ આંસુ આવતું, તો હઝરત તે આંસુઓને પોતાના ચહેરા પર ચોળી લેતા (લગાવી લેતા) હતા. એક વખત એક વિદ્યાર્થીએ આ જોઈ લીધું. તેણે કહ્યું, "હઝરત! આપનું આ અમલ કયા આધારે છે?" ફરમાવ્યું: "હું આશા રાખું છું કે અલ્લાહ તઆલા આ આંસ...