એક વખત એક ફકીરે મુલ્લા નસીરુદ્દીનનું ઘર જોઈ લીધું. હવે તે રો...
Ummah Post
24 March, 2024

એક વખત એક ફકીરે મુલ્લા નસીરુદ્દીનનું ઘર જોઈ લીધું. હવે તે રોજ આવતો અને ખાવા-પીવાની સામગ્રી સાથે થોડા પૈસા પણ માંગીને લઈ જતો. મુલ્લા નસીરુદ્દીન તેનાથી કંટાળી ગયા હતા અને તેની પાસેથી પીછો છોડાવવાની કોઈ યુક્તિ વિચારી રહ્યા હતા.

દિવસે મુલ્લા નસીરુદ્દીન જમવા બેઠા જ હતા કે પેલો ફકીર આવી પહોંચ્યો. મુલ્લા નસીરુદ્દીને ખીજાઈને પૂછ્યું:

"આખરે તું છે કોણ? જે રોજ આવી પહોંચે છે?"

ફકીરે સાદગીથી જવાબ આપ્યો: "ખુદાનો મહેમાન!" મુલ્લા નસીરુદ્દીન તરત જ બહાર આવ્યા, ફકીરનો હાથ પકડ્યો અને શહેરની જામા મસ્જિદ લઈ ગયા. મસ્જિદની અંદર પહોંચાડીને કહ્યું: "અત્યાર સુધી તો તું મોટી ગેરસમજમાં હતો. તે ઘર જ્યાં તું રોજ પહોંચતો હતો તે મારું ઘર છે; પરંતુ જ્યારે તેં જણાવ્યું કે તું ખુદાનો મહેમાન છે, તો મને એમાં બેઅદબી (અપમાન) લાગી કે ખુદાના મહેમાનને ખુદાના ઘરથી અજાણ રાખું." તે પછી પાછા ફરતા તેમણે કહ્યું: "ખબરદાર! જો તેં મારા ઘર તરફ પગ પણ મૂક્યો તો. ઓ ખુદાના મહેમાન! ખુદાના ઘરને સારી રીતે ઓળખી લે અને આમતેમ ભટકતો ના રહે."

Share this article
જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!
લેખો

જિંદગીનો મિનારો હંમેશા સીધો રહેશે !!

એવી વાર્તા (રિવાયત) છે કે સાત સો વર્ષ પહેલાં ઇસ્ફહાનમાં એક મસ્જિદ બની રહી હતી. કામ લગભગ પૂરું થઈ ગયું હતું અને કારીગરો ઝીણું-ઝીણું આખરી કામ કરી રહ્યા હતા. એક વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થઈ. તે અચાનક ઉભી રહી ગઈ અને મસ્જિદના મિનારા તરફ ઇશારો કરીને કહેવા લાગી કે આ મારી નજરમાં ત્રાંસો (ટેઢો) દેખાઈ રહ્યો છે...