અઝાબ (કષ્ટ/સજા) આપનારી વસ્તુ કેમ જોવી:
ــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــ
હઝરત ગઝવાન રહમતુલ્લાહ અલયહ કોઈ યુદ્ધમાં સામેલ હતા, તેમની સામે એક છોકરી આવી ગઈ. આપે તેને જોઈ લીધી, પછી પોતાનો હાથ ઉઠાવીને પોતાની આંખ પર એક લપડાક (થપ્પડ, ચાંટો) મારી કે તે છોકરી (પણ ડરના માર્યા) ભાગી ગઈ અને તેમણે પોતાની આંખને સંબોધીને ફરમાવ્યું:
(કે ખબરદાર) તું એ વસ્તુને જુએ છે જે તને (આખેરાતમાં) મુસીબતમાં મૂકી દેશે.
ـــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــــ
પુસ્તક: ઇશ્ક-એ-મજાઝી કી તબાહ કારિયાં
(પાન નંબર 107)
લેખક: ઇમામ ઇબ્ન જવઝી રહ૦
અનુવાદ: મૌલાના મુફ્તી ઇમદાદુલ્લાહ અનવર સાહેબ