"અલ્ફાઝ" (શબ્દો)
"અલ્ફાઝ" ની પોતાની જ એક દુનિયા હોય છે. દરેક "લફ્ઝ" પોતાની જવાબદારી નિભાવે છે,
કેટલાક શબ્દો "હકૂમત" (રાજ) કરે છે,
કેટલાક "ગુલામી",
કેટલાક શબ્દો "હિફાઝત" (રક્ષણ) કરે છે,
અને કેટલાક "વાર" (પ્રહાર).
દરેક શબ્દનું પોતાનું એક મુકમ્મલ (પૂર્ણ) વજૂદ (અસ્તિત્વ) હોય છે. જ્યારથી મેં શબ્દોને વાંચવાની સાથે સાથે સમજવાનું શરૂ કર્યું,
ત્યારે સમજાયું....!!
શબ્દો માત્ર અર્થ જ નથી ધરાવતા,
આ તો દાંત પણ ધરાવે છે... જે કરડી લે છે.
આ હાથ ધરાવે છે,
જે "ગિરેબાન" ને ફાડી નાખે છે.
આ પગ ધરાવે છે,
જે "ઠોકર" મારી દે છે.
અને જો આ શબ્દોના હાથમાં "લહેજા" (બોલવાની રીત) નું અસલાહ (હથિયાર) સોંપી દેવામાં આવે,
તો આ વજૂદને "છલની" કરવાની પણ કુદરત (તાકાત) ધરાવે છે...
પોતાના શબ્દો વિશે "મોહતાત" (સાવધ) થઈ જાઓ,
તેમને બોલતા પહેલાં વિચારી લો કે તે કોઈના "વજૂદ" ને સમેટશે
કે પછી ટુકડે-ટુકડા કરીને વિખેરી દેશે.
કારણ કે
તે તમારી "અદાયગી" (બોલવા) ના ગુલામ છે અને તમે તેમના બાદશાહ,
અને "બાદશાહ" પોતાની રઆયા (પ્રજા) માટે જવાબદાર હોય છે
અને પોતાનાથી "મોટા બાદશાહ" (અલ્લાહ) ને જવાબદાર પણ હોય છે...