*બુઝુર્ગોની ખિદમતમાં ઇસ્લાહ-એ-ઇલ્મ (જ્ઞાનના સુધારા) માટે પણ...
Ummah Post
22 March, 2025

*બુઝુર્ગોની ખિદમતમાં ઇસ્લાહ-એ-ઇલ્મ (જ્ઞાનના સુધારા) માટે પણ જવું જોઈએ*

"મશાઇખ (બુઝુર્ગો) ના ત્યાં જવાની જરૂરિયાત સામાન્ય રીતે એ સમજવામાં આવે છે કે અમલ (કર્મ) નો સુધારો થાય, પરંતુ હું કહું છું કે ઇલ્મ (જ્ઞાન) ના સુધારા માટે પણ જવું જોઈએ, કારણ કે સાચું જ્ઞાન અલ્લાહ વાળા લોકો પાસે જ હોય છે. ઇલ્મ કીલ-ઓ-કાલ (વાદ-વિવાદ કે વાતો) નું નામ નથી, પરંતુ એક નૂર (પ્રકાશ) છે જે અલ્લાહ તરફથી મોમિનના કલ્બ (હૃદય) માં નાખવામાં આવે છે. અને હું સમજું છું કે અમલી ગુમરાહી (વર્તનની ગેરમાર્ગે દોરવણી), ઇલ્મી ગુમરાહીનું પરિણામ છે અને આ આ જમાનામાં સામાન્ય છે. અકાઇદ (માન્યતાઓ) નો સંબંધ ઇલ્મ સાથે જ છે; જો ઇલ્મ સાચું નહીં હોય તો અકીદો પણ સાચો રહી શકે નહીં."

મુસ્લિહુલ ઉમ્મત હઝરત *મૌલાના શાહ વસીઉલ્લાહ* ફતેહપુરી રહમતુલ્લાહ અલયહ

(તઝકિરા મુસ્લિહુલ ઉમ્મત, સફા ૧૬૯)

Share this article
પગપાળા ચાલતી વખતે અધ્યયન (વાંચન)
લેખો

પગપાળા ચાલતી વખતે અધ્યયન (વાંચન)

અસ્લાફ (પૂર્વજો) માં અધ્યયનનો શોખ (શૌક-એ-મુતાલા) અને સમયના મહત્વની એવી સ્થિતિ હતી કે પગપાળા ચાલતી વખતે પણ પુસ્તકનું વાંચન ચાલુ રહેતું. ઇબ્ન અલ-આબનૂસી કહે છે કે અલ્લામા ખતીબ બગદાદી ؒ પગપાળા ચાલતા હોય ત્યારે હાથમાં પુસ્તક લઈને તેનું અધ્યયન કરી રહ્યા હોય છે. (સિયર અલામ અન-નુબલા, ૧૮: ૨૯૧) વ્યાકરણ (નહ...