રોઝાની અઝમત અને તેનો અઝ્ર વ સવાબ (પુણ્ય)
અલ્લામા સૈયદ સુલેમાન નદવી રહમતુલ્લાહ અલયહ લખે છે:
તમામ ઇબાદતોમાં રોઝાને તકવાની અસલ અને બુનિયાદ એટલા માટે પણ ગણાવવામાં આવ્યો છે કે આ એક મખ્ફી (છુપી) ખામોશ ઇબાદત છે, જે રિયા (દેખાડા) અને નુમાઇશથી પાક છે. જ્યાં સુધી ખુદ ઇન્સાન આનો ઇઝહાર ન કરે, બીજાઓ પર આનો રાઝ અફશા (પ્રકટ) થઈ શકતો નથી અને આ જ વસ્તુ તમામ ઇબાદતોનું જડ અને અખ્લાક (નૈતિકતા)ની બુનિયાદ છે. આ જ ઇખ્લાસ (નિષ્ઠા) અને બે-રિયાઈની આ અસર છે કે અલ્લાહ તઆલાએ આના સંબંધમાં ફરમાવ્યું કે રોઝાદાર મારા માટે પોતાનું ખાવું-પીવું અને લઝ્ઝતદાર વસ્તુઓ છોડે છે. "રોઝો મારા માટે છે અને હું જ આનો જઝા (બદલો) આપીશ." બદલો તો દરેક કામનો એ જ આપે છે, પરંતુ માત્ર આની અઝમત (મહાનતા) અને મોટાઈને ઝાહિર કરવા માટે, આના બદલાને ખુદ પોતાની તરફ મન્સૂબ (સંબંધિત) ફરમાવ્યો અને કેટલાક ઉલેમાના નજીક, આનો ઇશારો કુર્આન પાકની આ આયતમાં છે: "સબ્ર કરનારાઓને મજૂરી બે-હિસાબ પૂરી આપવામાં આવશે." (અઝ-ઝુમર: ૧૦) અને એટલું ઝાહિર છે કે રોઝાની મશક્કત (તકલીફ) ઉઠાવવી પણ સબ્રનો જ એક પ્રકાર છે, તેથી રોઝાદાર પણ સાબિરીન (સબ્ર કરનારાઓ)ની જમાઅતમાં દાખલ થઈને, બે-હિસાબ અઝ્રના મુસ્તહિક (હકદાર) બનશે.
સીરતુન્નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ / જીલ્દ: પંજુમ (પાંચમી) / સફા: ૧૭૯/૧૮૦/