મલફૂઝ: ભોળા હોવું કમાલ નથી
*મલફૂઝાતે હકીમુલ ઉમ્મત મુજદ્દિદુલ મિલ્લત હઝરત મૌલાના મોહમ્મદ અશરફ અલી થાનવી રહમતુલ્લાહ અલયહ*
*ભોળા હોવું કમાલ નથી*
ઇરશાદ ફરમાવ્યો કે ખૂબ સમજી લો કે બુઝુર્ગોમાં વધારે કામિલ (પૂર્ણ) એ છે જેની હાલત નબી ﷺ ની સાથે વધારે મુશાબેહ (મળતી આવતી) હોય. તો કોઈ નબી ભોળા નહોતા થયા, જેટલા નબી થયા છે તે બધા અત્યંત હોશિયાર અને બેદાર-મગ્ઝ (જાગૃત મગજના) હતા. તેથી વધારે કામિલ એ જ હશે જે અત્યંત હોશિયાર હોય, ભોળા હોવું કોઈ કમાલ નથી, ભોળો માણસ પણ સમજશે કોઈના મક્ર (કપટ) ને? જ્યારે ઇન્સાનના જ કપટને નહીં સમજે તો શૈતાનના કપટને શું ખાક સમજશે કારણ કે શૈતાનનું કપટ તો ઇન્સાનના કપટ કરતાં વધુ સખત છે. એમ વઝીફો પઢવો એ અલગ વાત છે, બાકી તરબિયત (કેળવણી) જેનું નામ છે તે ભોળા માણસથી થઈ શકે નહીં. તરબિયત અને ઇસ્લાહ (સુધારણા) બીજાઓની એ જ કરી શકે છે જે અત્યંત હોશિયાર અને બેદાર-મગ્ઝ હોય, આથી બૈઅત પણ પસંદગી કરીને આવા જ શખ્સ સાથે કરવી જોઈએ.
(૩૧૩ અશરફી જવાહરાત, સફા ૨૨)