એક દિવસ એક માણસે તેની પત્નીને પૂછ્યું: "મોહબ્બત (પ્રેમ) કોને કહેવાય?"
પત્નીએ કહ્યું: "ભૂતકાળમાં લોકો પ્રેમમાં કુર્બાની (ત્યાગ) આપતા હતા અને વર્તમાનમાં પ્રેમ માત્ર મનોરંજન અને દિલલગીનું સાધન છે."
પછી તેણે પૂછ્યું: "મિત્રો વિશે શું વિચાર છે?"
પત્નીએ કહ્યું: "ભૂતકાળમાં દરેક મુશ્કેલ ઘડીમાં આપણી સાથે એક મિત્ર હોતો હતો, જે આપણો સાથ આપતો હતો. અને હવે દરેક મુશ્કેલ ઘડી સાથે આપણે એક મિત્ર ગુમાવી દઈએ છીએ. મિત્રો આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈને છોડીને ભાગી જાય છે."
તેણે પૂછ્યું: "સગા-સંબંધીઓ વિશે શું વિચાર છે?"
તેની પત્નીએ કહ્યું: "ભૂતકાળમાં સગા-સંબંધીઓ આશરો (સહારો) હતા અને વર્તમાનમાં તેઓ ઈર્ષ્યા કરનારા છે."
સાચું તો એ છે કે લોકોના જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મારા મતે આનું સૌથી મોટું કારણ પૈસાનો મોહ છે જે લોકોના મગજ અને દિલ પર હાવી થઈ ગયો છે!!!💯👍🏻💞