એક પ્રયોગમાં, ચોખાના દાણાથી ભરેલી બરણીની ઉપર એક ઉંદર રાખવામાં આવ્યો હતો.
તે પોતાની આસપાસ એટલું બધું ખાવાનું જોઈને એટલો ખુશ હતો કે તેને ખોરાક શોધવાની જરૂર જ ન લાગી.
હવે તે આખરે પોતાની જિંદગી કોઈ પણ ચિંતા કે મહેનત વગર વિતાવી શકતો હતો.
થોડા દિવસો મજા માણ્યા પછી જ્યારે ચોખા ખતમ થઈ જાય છે, ત્યારે તે પોતાને બરણીના તળિયે જુએ છે.
તે સમયે, તેને અહેસાસ થાય છે કે તે ફસાઈ ગયો છે અને તે બહાર નીકળી શકતો નથી.
1) ટૂંકા ગાળાના આનંદ લાંબા ગાળાની જાળ (ફાંદા) તરફ દોરી શકે છે.
2) જો વસ્તુઓ સરળ છે અને તમે આરામદાયક સ્થિતિમાં છો, તો તમે તમારી જાતને એક બંધાણમાં ફસાવી રહ્યા છો.
3) જ્યારે તમે તમારી ક્ષમતાઓનો ઉપયોગ નથી કરી રહ્યા, ત્યારે તમે તમારી ક્ષમતાઓ કરતાં પણ વધુ ગુમાવી બેસશો.
તમે પસંદગી કરવાની ક્ષમતા અને તમારી મુક્ત ઈચ્છા (આઝાદ મરજી) ગુમાવી દો છો.
4) આઝાદી સરળતાથી પ્રાપ્ત થતી નથી, પરંતુ તેને ઝડપથી ગુમાવી શકાય છે.