તમારો શું વિચાર છે, જો કોઈ ઈમારત (ઘર) પર એક હજાર કિલોગ્રામ વ...
Ummah Post
6 April, 2025

તમારો શું વિચાર છે, જો કોઈ ઈમારત (ઘર) પર એક હજાર કિલોગ્રામ વજનનો બોમ્બ પડે અને ઘરના રહેવાસીઓ કાટમાળ સાથે ઉછળીને પચાસ મીટર (એટલે ​​કે 150 ફૂટ) ઉપર હવામાં પહોંચી જાય, તો શું કોઈ માણસના જીવતા બચવાની કોઈ સંભાવના પેદા થઈ શકે છે???

જમણી બાજુના ચિત્રના લાલ કુંડાળાની અંદર જુઓ, જેમાં બરાબર આવું જ એક વાસ્તવિક દ્રશ્ય છે.

તો જવાબ છે કે અલ્લાહ જો ઈચ્છે તો બધું જ શક્ય છે.

ગાઝામાં સ્વૈચ્છિક ધોરણે તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે નિયુક્ત મોરોક્કોના ડૉક્ટર યુસુફ અબુ અબ્દુલ્લાએ આ જ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલી થોડા દિવસની એક બાળકી ઈનામને પકડી રાખી છે, અને તેમણે જ આખી ઘટના અલ જઝીરાના એક ફિલ્ડ જર્નાલિસ્ટને સંભળાવી.

સુભાન અલ્લાહી વ બિહમદિહી, સુભાન અલ્લાહિલ અઝીમ.

Share this article
અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા
લેખો

અમેરિકાના ઇતિહાસની એક અજીબ આત્મહત્યા

રોનાલ્ડ ઓબુસ નામના વ્યક્તિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું તો સૌથી સરળ રસ્તો અપનાવ્યો અને તે એ કે જે ઇમારતમાં તે રહેતો હતો ત્યાંથી કૂદી પડે. તેણે ઇમારતના દસમા માળેથી છલાંગ લગાવી દીધી અને પોતાના પરિવારજનો માટે એક પત્ર છોડ્યો જેમાં તેણે આત્મહત્યાનું કારણ એ જણાવ્યું કે તે જિંદગીથી નિરાશ થઈ ગયો હતો. પરં...