એક બાળક પોતાના બંને હાથમાં એક-એક સફરજન લઈને ઊભો હતો.

પિતા...
Ummah Post
29 April, 2025

એક બાળક પોતાના બંને હાથમાં એક-એક સફરજન લઈને ઊભો હતો.

પિતાએ કહ્યું:

"બેટા, એક સફરજન મને આપીશ?"

દીકરાએ સાંભળતાની સાથે જ સફરજનને પોતાના દાંતથી બટકું ભરી લીધું. પિતા કંઈ બોલે તે પહેલાં, તેણે બીજા સફરજનને પણ બટકું ભરી લીધું.

પોતાના દીકરાની આ હરકત પર પિતાનું દિલ ધ્રુજી ગયું (આઘાત લાગ્યો) અને તેમના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું.

ત્યાં જ દીકરાએ પોતાના જમણા હાથવાળું સફરજન આગળ વધારતા કહ્યું, "પપ્પા, આ લો, આ વધારે મીઠું છે!"

આપણે ક્યારેક પૂરી વાત અને બાબતોને સમજવાનો પ્રયત્ન નથી કરતા, બધી ગેરસમજો આનાથી જ પેદા થાય છે અને આ જ બગાડનું મુખ્ય કારણ છે...

Share this article
સાચી સખાવત (ઉદારતા) ક્યાં હોવી જોઈએ?
લેખો

સાચી સખાવત (ઉદારતા) ક્યાં હોવી જોઈએ?

એક મહિલાએ એક વૃદ્ધ લારીવાળાને પૂછ્યું: "ઈંડા કેટલા રૂપિયા ડઝન છે?" વૃદ્ધે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો: "બીબી, ત્રીસ રૂપિયાનું એક ઈંડું." મહિલા બોલી: "હું છ ઈંડા ૧૫૦ રૂપિયામાં લઈશ, નહીંતર હું જાઉં છું." વૃદ્ધ માણસ ધીમેથી હસ્યો અને બોલ્યો: "બીબી, જેમ તમારી મરજી હોય તેમ લઈ લો. મારા માટે તો આ દિવસની એક સારી...