નાઝિમ નદવતુલ ઉલમા હઝરત મૌલાના બિલાલ અબ્દુલ હઈ સાહેબ હસની નદવી ઝીદ મજદુહૂ એ દારુલ ઉલૂમના સાબિક મોહતમિમ હઝરત ઉસ્તાઝ ડૉક્ટર મૌલાના સઈદુર્રહમાન સાહેબ આઝમી નદવી રહ. ના હવાલાથી આ સરાહત ફરમાવી કે સખ્ત જિસ્માની ઝોઅફના કારણે હઝરત મોહતમિમ સાહેબ છેલ્લાં અઢી વર્ષથી દારુલ ઉલૂમ આવવાથી કાસિર રહ્યા, આ દરમિયાન મુર્શિદે-મિલ્લત હઝરત મૌલાના મુહમ્મદ રાબે સાહેબ હસની નદવી રહ. ની હસ્બે-વસિય્યત મોહતમિમ સાહેબને માસિક મુશાહરા હસ્બે-સાબિક મળતો રહ્યો અને આજે હઝરત મોહતમિમ સાહેબની વફાત પછી તેમના વારસદારોએ તે રકમ ઝિમ્મેદારાને-નદવાને એમ કહીને સોંપી દીધી કે હઝરત મોહતમિમ સાહેબે એમ કહીને કે હું અઢી વર્ષથી પોતાના ફરાઇઝ અંજામ આપી શકતો નથી, એટલા માટે હું આ રકમનો મુસ્તહિક નથી, અને રકમ નદવાની તામીર અને તરક્કી પર ખર્ચ કરવામાં આવે, લગભગ ચૌદ લાખ 140000ની આ રકમ ઝિમ્મેદારાને-નદવાના સુપરત કરવાની વસિય્યત કરી છે.

ઢૂંઢે છે ઉસકો ખલ્કે-ખુદા શમ્અ લેકે રાત

લાખ ઢૂંઢે કોઈ તો વો મિલતા નહીં કહીં

આજે તેમની જુદાઈનો ઝખમ વધુ ઊંડો બલ્કે તાજો થતો દેખાયો, દિલ ગભરાયું અને વહશતઝદા થઈ ગયું કે વફાઓના આ ચરાગ ધીરે-ધીરે ગુલ થઈ રહ્યા છે અને અમે તેમના છાયાથી મહરૂમીના શદીદ એહસાસ સાથે જીવવા માટે મજબૂર છીએ.

أولئك آبائي فجئني بمثلهم

આખરમાં હઝરત નાઝિમ સાહેબની આ નવીદે-મસર્રતે દિલની ઉજડેલી વસ્તીને સંભાળી લીધી કે હવે ઇન્શાઅલ્લાહ આ જ રકમથી ઝેરે-તામીર રિવાકે-રાબેમાં હઝરત મોહતમિમ સાહેબ સાથે મંસૂબ સઈદ હૉલ તામીર કરવામાં આવશે.

આસમાં તેરી લહદ પર શબનમ-અફ્શાની કરે

સબ્ઝાએ-નૌરસ્તા ઇસ ઘર કી નિગહબાની કરે

સજ્જાદ હુસૈન નદવી

---------Islamic Tube Pro---------

નકલ કરેલ -

ઇન્તિખાબ: ઇસ્લામિક ટ્યૂબ પ્રો એપ-