એક માણસ પોતાની પત્નીને લઈને એક ધાર્મિક વિદ્વાન (આલિમ) પાસે આવ્યો અને કહેવા લાગ્યો: "હઝરત સાહેબ! આ મારી પત્ની છે, તેના પર અચાનક કોઈ વળગાડનો હુમલો થયો છે, કદાચ જીન સવાર થયો છે."
જ્યારે ઈમામ સાહેબે દમ-દુરૂદ (દુઆ) કર્યો તો જીન વાતો કરવા લાગ્યો.
હઝરત સાહેબ: "અત્યારે ને અત્યારે બહાર નીકળ, નહિતર હું... !"
જીન: "તૈયાર તો છું નીકળવા માટે, પણ મારી એક શરત છે; હું આ સ્ત્રીમાંથી નીકળીને તેના શોહર (પતિ) ને વળગી જઈશ."
(પતિ ડરના માર્યો બે ડગલાં પાછળ હટી જાય છે)
મૌલાના સાહેબ: "આ ન થઈ શકે. પણ તું આ સ્ત્રીના પતિને કેમ વળગવા માંગે છે?"
જીન: "કેમ કે આ નમાઝ નથી પઢતો...!!!"
ઈમામ સાહેબ: "સારું તું એમ કર, આની પત્નીમાંથી નીકળી જા અને એમના ઘરની નજીક રહે. જો આ સ્ત્રીનો પતિ નમાઝ ન પઢે તો પછી આ માણસને વળગી જજે."
જીન: "સારું........." જીન નીકળી જાય છે.
થોડા દિવસો પછી તે સ્ત્રી આલિમ સાહેબને ફોન કરીને આભાર માને છે કે હવે માત્ર તેમનો પતિ પહેલી સફ (લાઈન) માં નમાઝ જ નથી પઢતો, પણ અવારનવાર મસ્જિદનો દરવાજો પણ એ જ ખોલે છે અને અઝાન પણ આપે છે.
આ ભેદ પછીથી ખૂલ્યો કે તે મહિલાને જીન-બીન કંઈ વળગ્યો ન હતો, તેણે પતિને નમાઝનો પાબંદ બનાવવા માટે આ આખી યોજના (વારદાત) ઘડી કાઢી હતી. 😎
"બેશક તમારી ચાલ/યુક્તિ બહુ મોટી છે" (ઇન્ન કૈદકુન્ન અઝીમ).
અરબીમાંથી અનુવાદ.
મનકૂલ (નકલ કરેલ/સાંભળેલું).