મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને આ કહેતા સાંભળ્યા કે જહન્નમથી બચો ભલેને ખજૂરનો એક ટુકડો આપીને જ હોય (એટલે કે સદકો કરીને દોઝખની આગથી બચવાનો જરૂર પ્રયાસ કરો).
હઝરત તલ્હા (રઝીઅલ્લાહુ અન્હુ) પોતાના ઇસ્લામ સ્વીકારવાનો (કબૂલ કરવાનો) કિસ્સો વર્ણવતા ફરમાવે છે કે: એક વખત હું બુસરા (بصری) ના બજાર અને મેળામાં હાજર હતો, ત્યાં એક પાદરી પોતાના ચર્ચ (ગિરજાઘર) ના ઉપરના માળે રહેતો હતો. તેણે એક દિવસ મારી સામે લોકોને કહ્યું, "આ બજાર અને મેળાવાળાઓને પૂછો કે શું તેમનામાં કો...