عَنِ الأَسْوَدِ قَالَ سَأَلْتُ عَائِشَةَ مَا كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم يَصْنَعُ فِي أَهْلِهِ قَالَتْ كَانَ فِي مِهْنَةِ أَهْلِهِ، فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ قَامَ إِلَى الصَّلاَةِ(بُخاری شریف ۶۰۳۹)
અનુવાદ
અસવદ બિન યઝીદ (રહિમહુલ્લાહ) એ હઝરત આઇશા (રઝિયલ્લાહુ અન્હા) ને પૂછયું: "નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) જ્યારે ઘરમાં હતા ત્યારે શું કરતા હતા?" હઝરત સિદ્દીકા (રઝિયલ્લાહુ અન્હા) એ કહ્યું: "ઘરનાં જે કામ કરતાં તે જ આપ પણ કરતા, એટલે કે ઘરના કામકાજમાં સામેલ થતા, પછી જ્યારે નમાઝની તકબીર થતી તો આપ કામ છોડીને નમાઝ માટે તશરીફ લઈ જતા. (આ પણ અત્યંત નમ્રતાની નિશાની છે.)" (તોહફત-ઉલ-કારી)