عَنْ زَيْدِ بْنِ خَالِدٍ الْجُهَنِيِّ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ سُئِلَ عَنِ اللُّقَطَةِ، فَقَالَ: عَرِّفْهَا سَنَةً فَإِنْ جَاءَ بَاغِيهَا فَأَدِّهَا إِلَيْهِ، وَإِلَّا فَاعْرِفْ عِفَاصَهَا وَوِكَاءَهَا ثُمَّ كُلْهَا فَإِنْ جَاءَ بَاغِيهَا فَأَدِّهَا إِلَيْهِ(ابو داؤد: ۱۷۰۶)
અનુવાદ
હઝરત ઝૈદ બિન ખાલિદ જુહની (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (ﷺ) ને ખોવાયેલી ચીજવસ્તુઓ વિશે પૂછવામાં આવ્યું તો આપે ફરમાવ્યું: "એક વર્ષ સુધી તેની જાહેરાત કરો. જો તેનો શોધનાર આવી જાય તો તેને આપી દો, નહીંતર તેની થેલી (અથવા પાત્ર) અને તેના બંધનને યાદ રાખો, પછી તેને ખાઈ લો (પોતાના ઉપયોગમાં લઈ લો). ત્યારબાદ જો તેનો શોધનાર આવી જાય તો તેને સોંપી દો."