عَنِ الزُّبَيْرِ بْنِ عَدِي رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ قَالَ: أَتَيْنَا أَنَسَ بْنَ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ فَشَكَوْنَا إِلَيْهِ مَا نَلْقَى مِنَ الحَجَّاجِ فَقَالَ: "اِصْبِرُوا فَإِنَّهُ لَا يَاْتِي زَمَانٌ إِلَّا وَالَّذِي بَعْدَهُ شَرٌّ مِنْهُ حَتَّى تَلْقَوْا رَبَّكُمْ سَمِعْتُهُ مِنْ نَّبِيِّكُمْ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ. (رواه البخاري)
અનુવાદ
હઝરત ઝુબૈર બિન અદી (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) બયાન કરે છે: "અમે હઝરત અનસ (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) પાસે આવ્યા, અમે તેમની પાસે હજ્જાજના મઝાલિમનો શિકવો કર્યો. હઝરત અનસ (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) એ કહ્યું: 'સબ્રથી કામ લો, કારણ કે જે સમય આવી રહ્યો છે, તેનાથી પાછળ આવનારો સમય પહેલાં કરતાં વધારે ખરાબ હશે, ત્યાં સુધી કે તમે પોતાના રબને જઈ મળશો. મેં આ વાત તમારા નબી (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પાસેથી સાંભળી છે.'" (રૌઝત-ઉસ-સાલિહીન જિલ્દ:૧ પાનું:૨૮૯)