રોઝેદારનું કાનમાં તેલ અથવા દવા નાખવું.
રોઝાની હાલતમાં કાનમાં દવા કે તેલ નાખવાથી રોઝો ફાસિદ થઈ જાય છે, કારણ કે ફુકહા-એ-મુતકદ્દિમીન (પ્રાચીન ફકીહો) ના કથન મુજબ કાનમાં નાખેલી વસ્તુ માટે મગજ સુધી પહોંચવા માટેનો માર્ગ (ગુઝરગાહ) મોજૂદ છે, પરંતુ જદીદ સાયન્સી તહકીક (આધુનિક વૈજ્ઞાનિક સંશોધન) થી એ વાત સાબિત છે કે કાન અને મગજની વચ્ચે કોઈ માર્ગ નથી, જો એવું જ હોય તો કાનમાં દવા નાખવાથી રોઝો ફાસિદ નહીં થાય, તેથી બહેતર (સારું) એ જ છે કે બહાલતે-રોઝા (રોઝાની હાલતમાં) કાનમાં દવા નાખવાથી સાવચેતી રાખવામાં આવે. (અહમ મસાઇલ/ભાગ:૪/પેજ:૯૬)