રોઝાની હાલતમાં ટેલિવિઝન જોવું.
કુરઆન કરીમમાં રોઝાનો મકસદ (હેતુ) એ જણાવવામાં આવ્યો છે કે માણસમાં તકવા (પરહેઝગારી) ની સિફત પેદા થાય, જેનાથી માલૂમ પડ્યું કે જે વસ્તુ પણ તકવાની માંગની વિરુદ્ધ હશે, તે રોઝાની હાલતમાં પ્રાથમિક રીતે પ્રતિબંધિત (મનાઈ) ગણાશે, અને તેના કારણે જોકે રોઝો નિયમ મુજબ ન તૂટે, પરંતુ એવી વ્યક્તિ સવાબથી ચોક્કસ વંચિત રહેશે; તેથી જે પુરુષો રોઝાની હાલતમાં ફિલ્મો અને અશ્લીલ પ્રોગ્રામ જુએ છે તેઓ સખત ગુનેગાર છે, અને રોઝાના સવાબથી વંચિત છે. તેવી જ રીતે જે સ્ત્રીઓ મજા માણવા માટે પુરુષોને જુએ તે પણ સવાબથી વંચિત રહેશે; પરંતુ માત્ર આ બાબતોને કારણે ફિકહી રીતે રોઝો તૂટવાનો હુકમ આપવામાં આવશે નહીં (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ:૬/પેજ:૩૭૬).