બીજા ગામના લોકો દ્વારા નમાઝે જનાઝા પઢીને મૈયતને દફનાવવું.
મૈયત પર નમાઝે જનાઝા પઢવી ફર્ઝે કિફાયા છે, તેથી જો મૈયતના પડોશીઓ અને ગામના લોકો મૈયતના કફન-દફનમાં સામેલ ન થઈ શકે અને બીજા ગામના ત્રણ, ચાર, પાંચ, દસ માણસોએ મળીને નમાઝે જનાઝા પઢીને દફન કરી દીધું છે તો આ યોગ્ય છે, આમાં કોઈ કબાહત (વાંધો) નથી. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 6 / સફા: 126)