આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દસ્ત (બકરીના આગળના બંને પગ) નું ગોશ્ત સૌથી વધુ પસંદ હતું, તેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ જ શોખથી નોશ ફરમાવતા હતા. (કિતાબુન નવાઝિલ / જિલ્દ: 16 / સફા: 98)
એક અંધ માણસ એક ઇમારત પાસે બેઠો હતો અને પાસે એક બોર્ડ રાખેલું હતું જેના પર લખ્યું હતું, "હું અંધ છું, કૃપા કરીને મારી મદદ કરો." સાથે તેની ટોપી પડી હતી જેમાં થોડા સિક્કા હતા.
એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે તેના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને ટોપીમાં નાખી દીધા. અચાનક તેની નજર બોર્ડ પર પ...