રિઝક (રોજી) ની તંગીની વજહથી હમલ સાકિત કરાવવો (ગર્ભપાત કરાવવો)?
રિઝકની તંગીના ખતરાથી ઇસ્કાત-એ-હમલ (ગર્ભપાત) કોઈપણ હાલમાં જાયઝ નથી; બલ્કે આ મકસદથી ઇસ્કાત કરાવવામાં (તંગદસ્તીના અંદેશાથી) કુઆર્ન કરીમમાં ઔલાદને કત્લ કરવાથી સખ્તીથી મનાઈ કરવામાં આવી છે, અને જો માની સખત કમજોરી અથવા દૂધ પીતા બાળકની પરવરિશમાં ખલલ પડવાનો ખતરો હોય તો ૧૨૦ દિવસની અંદર-અંદર મજબૂરીમાં તેની ગુંજાઈશ છે, આ મુદત (સમયગાળા) પછી ઇજાઝત નથી. (કિતાબ-ઉન-નવાઝિલ/ભાગ: ૧૬/પૃ: ૨૬૬)