શરઈ ઉઝ્ર (ધાર્મિક કારણ) વગર જમાતની નમાઝ છોડવી એ બહુ મોટી મહરૂમી (વંચિતતા) છે, અને ઇસ્લામના મોટા શઆર (પ્રતીક) નો ત્યાગ કરવો છે. ફુકહા-એ-કિરામના નજીક આ જમાત છોડનારની શહાદત (ગવાહી) કબૂલ કરવામાં આવશે નહીં અને તે ગુનેગાર થશે. હદીસ શરીફમાં આના પર સખત ચેતવણીઓ (વઈદો) આવેલી છે, નબી કરીમ ﷺ એ ફરમાવ્યું: "તેણે જે નમાઝ પઢી તે તેના તરફથી કબૂલ કરવામાં આવશે નહીં". (અહમ મસાઈલ / જીલ્દ: ૧ / સફા: ૩૨)