દાઢી રાખવી ઇસ્લામી અને કૌમી શિઆર, તમામ અંબિયાની સુન્નત, શરાફત અને બુઝુર્ગીની અલામત અને ચહેરાઓનો જમાલ છે, તેનાથી મર્દાના શક્લની તકમીલ થાય છે, અને નાના મોટા વચ્ચે તફાવત થાય છે, તેથી એક મુશ્ત દાઢી રાખવી વાજિબ છે, અને એક મુશ્ત સુધી પહોંચતા પહેલા મુંડાવવી, કાપવી કે કપાવવી ગુનાહે કબીરા છે. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 147)