એક સુદાનના માણસના બે બોધદાયક પ્રસંગો

સુદાનના એક વ્યક્તિએ...
Ummah Post
16 June, 2025

એક સુદાનના માણસના બે બોધદાયક પ્રસંગો

સુદાનના એક વ્યક્તિએ એક લેખ લખ્યો છે. તેમાં તેણે પોતાની સાથે બનેલી બે રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે.

પ્રથમ પ્રસંગ:

મારે આયર્લેન્ડમાં મેડિકલની પરીક્ષા આપવાની હતી. પરીક્ષાની ફી ૩૦૯ ડોલર હતી. મારી પાસે છુટા પૈસા નહોતા, તેથી મેં ૩૧૦ ડોલર ચૂકવી દીધા. મહત્વની વાત એ છે કે હું પરીક્ષામાં બેઠો, પરીક્ષા પણ આપી દીધી અને થોડો સમય પસાર થયા પછી સુદાન પાછો આવી ગયો. એક દિવસ અચાનક આયર્લેન્ડથી મારી પાસે એક પત્ર આવ્યો. તે પત્રમાં લખ્યું હતું કે "પરીક્ષા ફી ચૂકવતી વખતે તમે ભૂલથી ૩૦૯ ના બદલે ૩૧૦ ડોલર જમા કરાવી દીધા હતા. એક ડોલરનો ચેક તમને મોકલવામાં આવી રહ્યો છે, કારણ કે અમે અમારા હક કરતાં વધુ લેતા નથી."

જો કે એ વાત તેઓ પણ જાણતા હતા કે પરબિડીયા (કવર) અને ટિકિટ પર એક ડોલર કરતાં વધુ ખર્ચ થયો હશે!!

બીજો પ્રસંગ:

કોલેજ અને મારા રહેઠાણ વચ્ચે હું જે રસ્તેથી પસાર થતો હતો, તે રસ્તામાં એક મહિલાની દુકાન હતી જેની પાસેથી હું ૧૮ પેન્સમાં કોકો (Kakao) નો એક ડબો ખરીદતો હતો.

દિવસે જોયું કે તેણે એ જ કોકોનો બીજો એક ડબો પણ રાખ્યો છે જેના પર કિંમત ૨૦ પેન્સ લખેલી છે.

મને આશ્ચર્ય થયું અને મેં તેને પૂછ્યું કે શું બંને ડબાની ગુણવત્તા (ક્વોલિટી) માં કોઈ તફાવત છે?

તેણે કહ્યું: "ના, બંનેની ક્વોલિટી એકસરખી છે."

મેં પૂછ્યું કે તો પછી કિંમતમાં આ તફાવત કેમ?

તેણે જવાબ આપ્યો કે "નાઇજીરીયા, જ્યાંથી આ કોકો આપણા દેશમાં આવે છે, ત્યાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે, જેના કારણે કિંમતમાં ઉછાળો આવ્યો છે. વધુ કિંમતવાળો માલ નવો છે, તેને અમે ૨૦ માં વેચી રહ્યા છીએ અને ઓછી કિંમતવાળો પહેલાનો છે, તેને અમે ૧૮ માં વેચી રહ્યા છીએ."

મેં કહ્યું, "તો પછી જ્યાં સુધી આ ૧૮ વાળો ખતમ ન થઈ જાય ત્યાં સુધી લોકો આ જ ખરીદશે ને? ૨૦ વાળો તો તેના પછી જ કોઈ ખરીદશે."

તેણે કહ્યું: "હા, એ મને ખબર છે."

મેં સલાહ આપી, "બંને ડબા મિક્સ કરી દો અને ૨૦ માં જ વેચો. કોઈના માટે કિંમતનો આ તફાવત જાણવો મુશ્કેલ હશે."

તેણે મારા કાનમાં ગણગણતા (ફુસફુસાવતા) કહ્યું: "શું તું કોઈ લૂંટારો છે???"

મને તેનો આ જવાબ અજીબ લાગ્યો અને હું આગળ વધી ગયો.

પરંતુ આ સવાલ આજે પણ મારા કાનમાં ગુંજી રહ્યો છે કે શું હું કોઈ લૂંટારો છું?

આ કઈ નૈતિકતા (અખ્લાક) છે?

વાસ્તવમાં આ આપણી નૈતિકતા હોવી જોઈતી હતી.

આ આપણા દીન (ધર્મ) ની નૈતિકતા છે.

આ એ સદ્ગુણ છે જે આપણા નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ આપણને શીખવ્યો હતો, પણ...?

પોતાની ઈમાનદારીથી કહો, શું આપણે લૂંટારા નથી?

'જુગાડ' ના ચક્કરમાં આપણે હલાલ અને હરામ સુધીની બાબતોને એક જ ગાડી નીચે કચડતા ચાલ્યા જઈએ છીએ.

Share this article
ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)
લેખો

ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)

ઇમરજન્સી વોર્ડની દોડધામ અને ગહમાગહમી વચ્ચે એક અજાણ્યો માણસ અંદર દાખલ થયો. ખભા પર જાણે સમયનો ભારે બોજ હતો, હાથોમાં એક બેહોશ સ્ત્રી, અને પાછળ બે બાળકો, જેમના ચહેરા પર ભય અને આંખોમાં આંસુ હતા. ડોક્ટરે દર્દીને તપાસી, હૃદય પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે બોલ્યા, "હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક સારવાર જરૂરી...