સગવડોનો સેલાબ અને આત્મા (રૂહ) નું મોત
એક એવી વાર્તા, જે ઉંદ...
Ummah Post
21 August, 2025

સગવડોનો સેલાબ અને આત્મા (રૂહ) નું મોત

એક એવી વાર્તા, જે ઉંદરોથી શરૂ થઈ… અને માનવતા સુધી જઈ પહોંચી.

જો કોઈ જીવને દરેક સગવડ આપી દેવામાં આવે — પુષ્કળ ખોરાક, સુરક્ષિત આવાસ, શાંતિ અને કોઈ પણ પ્રકારનો ખતરો ન હોય — તો શું તે હંમેશા ખુશખુશાલ અને પ્રગતિશીલ રહેશે?

આ સવાલ જીવવિજ્ઞાનના એક અમેરિકન નિષ્ણાત જોન કલ્હૂને ૧૯૭૦માં ઉંદરો પર એક ચોંકાવનારો પ્રયોગ કરીને દુનિયા સામે રાખ્યો હતો.

કલ્હૂને એક આદર્શ વાતાવરણ (Ideal Environment) ઊભું કર્યું; ખાવા-પીવાની કોઈ કમી નહીં, રહેવા માટે વિશાળ જગ્યા અને કોઈ દુશ્મન નહીં. ત્યાં તેમણે ઉંદરોની માત્ર ચાર જોડી છોડી.

થોડા જ સમયમાં તેમની વસ્તી ઝડપથી વધી ગઈ. શાંતિ, આરામ અને સગવડોથી ભરપૂર આ "જન્નત" માં બધું જ સંપૂર્ણ હતું… પણ પછી કંઈક વિચિત્ર થવા લાગ્યું.

૩૧૫ દિવસ પછી:

પ્રજનન (બચ્ચાં પેદા કરવા) નો દર ઘટવા લાગ્યો, સામાજિક માળખું ખોરવાઈ ગયું, ઉંદરોમાં હિંસા, એકલતા, માનસિક બીમારી, બચ્ચાઓને છોડી દેવા અને અહીં સુધી કે એકબીજાને ખાઈ જવા જેવા વર્તનો પેદા થવા લાગ્યા.

કેટલાક ઉંદરો સંપૂર્ણપણે હેતુહીન (બેમકસદ) જિંદગી જીવવા લાગ્યા — ના કોઈ લડાઈ, ના કોઈ સંબંધો, ના વંશવૃદ્ધિ… બસ ખાતા, સૂતા અને સમય પસાર કરતા.

અને પછી:

બધું જ હોવા છતાં આ આદર્શ દુનિયા બરબાદ થઈ ગઈ.

કોઈએ હુમલો ન કર્યો, કોઈ આપત્તિ ન આવી, કોઈ કમી ન થઈ — બસ જીવવાનો હેતુ જ ખતમ થઈ ગયો.

છેલ્લો ઉંદર ૨ વર્ષ પછી જન્મ્યો… અને પછી મોત સિવાય કંઈ ન બચ્યું.

આ પ્રયોગ ૨૫ વખત પુનરાવર્તિત કરવામાં આવ્યો, અને દરેક વખતે પરિણામ એ જ હતું:

સગવડોથી ભરેલો સમાજ, હેતુ વગરની જિંદગી અને પછી સંપૂર્ણ તબાહી.

વિચારવા જેવી બાબત છે કે:

શું માત્ર સગવડો, વૈભવ અને સુરક્ષા જ માણસ કે સમાજની સફળતાની ગેરંટી છે?

કે પછી આપણને જીવવા માટે એક "હેતુ" (મકસદ), એક "સંઘર્ષ" (જદ્દોજહદ) અને કેટલાક પડકારોની જરૂર હોય છે?

અલ્લાહ તઆલા ફરમાવે છે:

"અને જો અલ્લાહ પોતાના બંદાઓ માટે રોજી (રિઝ્ક) વિશાળ (અમર્યાદિત) કરી દેત, તો તેઓ જરૂર ધરતી પર વિદ્રોહ (સરકશી) કરવા લાગત, પરંતુ તે એક માપદંડ સાથે (એટલે કે જેટલું યોગ્ય હોય તેટલું જ) ઉતારે છે, જેવું તે ઈચ્છે છે."

[સૂરહ અશ-શૂરા: ૨૭]

જિંદગી માત્ર આરામનું નામ નથી… પરંતુ જવાબદારી, કુરબાની અને સંઘર્ષનું નામ છે.

જે સમાજમાંથી આ બધું ખતમ થઈ જાય, તે ગમે એટલો આરામદાયક કેમ ન હોય… તે અંદરથી મરવા લાગે છે.

દુનિયામાં મુશ્કેલીઓ, અછત અને સંઘર્ષ વાસ્તવમાં માણસને સંતુલિત, મજબૂત અને જીવંત રાખે છે. સરળતા (સગવડ) જો બેકાબૂ થઈ જાય, તો તે તબાહીનો દરવાજો ખોલી નાખે છે.

Share this article
સંપૂર્ણ સ્વતંત્રતાનો ભ્રમ: અભિનેત્રી હુમૈરા અસગરની દર્દનાક વાર્તા
લેખો

સંપૂર્ણ સ્વતંત્રતાનો ભ્રમ: અભિનેત્રી હુમૈરા અસગરની દર્દનાક વાર્તા

"તો હે આંખોવાળાઓ! ઈબ્રત (બોધ) મેળવો." આ એક પાઠ છે જેઓ "મારું શરીર, મારી મરજી" નો નારો લગાવે છે તેમના માટે. મરજી પણ તેની હતી અને શરીર પણ તેનું હતું, પરંતુ તે પછી જે થયું તે સન્નાટાથી ગુંજતો એક ઓરડો હતો. બંધ દરવાજા પાછળ મહિનાઓથી ખામોશ પડેલી એક લાશ હતી, અને આસપાસ ન કોઈ રડતી આંખ હતી, ન કોઈ માતમ, કે...