જ્ઞાનનો આભાર અદા કરવામાંથી આ પણ છે કે જ્યારે તમે કોઈ સભામાં...
Ummah Post

જ્ઞાનનો આભાર અદા કરવામાંથી આ પણ છે કે જ્યારે તમે કોઈ સભામાં હોવ, અને કોઈ એવો મુદ્દો ચર્ચા હેઠળ આવે જે તમે ન જાણતા હોવ અને તમે તે સભામાંથી તે શીખી લો; તો પછી જ્યારે તમે બીજી કોઈ સભામાં હોવ અને એ જ મુદ્દો ફરીથી ચર્ચા હેઠળ આવે ત્યારે તમે કહો: "સાચી વાત એ છે કે મને આ મુદ્દાની ખબર નહોતી પરંતુ મેં ફલાણી સભામાં ફલાણા વ્યક્તિ પાસેથી આ સાંભળ્યું, ત્યારે મને ખબર પડી." જ્યારે તમે આવું કરશો ત્યારે જાણે કે તમે જ્ઞાનનો આભાર અદા કરી દીધો.

Share this article
ઇમામ ઝૈનુલ આબિદીનની ગુપ્ત સેવા – નિઃસ્વાર્થતા (ઇખ્લાસ) નું એક અજોડ ઉદાહરણ
લેખો

ઇમામ ઝૈનુલ આબિદીનની ગુપ્ત સેવા – નિઃસ્વાર્થતા (ઇખ્લાસ) નું એક અજોડ ઉદાહરણ

ઇમામ ઝૈનુલ આબિદીન (રહમતુલ્લાહી અલયહિ) ને અલ્લાહ તઆલાએ ખૂબ જ સુંદર શરીર આપ્યું હતું. જ્યારે તેમનું અવસાન (વફાત) થયું અને ગસ્સાલ (મૃતદેહને નવડાવનાર) તેમને નવડાવવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે તેમના ખભા પર એક કાળો ડાઘ છે. તેને સમજ ન પડી કે આ કાળો ડાઘ કેમ છે? પરિવારજનોને (અહલે ખાનાને) પૂછવામાં આવ્યું તો...