⭕ 400 દિવસથી ગાઝા નરસંહાર, દુષ્કાળ અને ભયાનક અત્યાચારોનો ભોગ બન્યું છે, અને દુનિયા આના પર મૂક પ્રેક્ષક બનીને બેઠી છે. ગાઝાના લોકો માત્ર અલ્લાહના સહારે છે, ભલે દુનિયા તેમને ભૂલી જાય.
⭕ 400 દિવસથી ગાઝા કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું છે. શાળાઓ, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, વીજળી અને પાણીની સુવિધાઓ નષ્ટ થઈ ગઈ છે, અને દુશ્મન આ જગ્યાને રહેવા લાયક ન રાખવા માંગે છે.
⭕ 400 દિવસની હાડમારીઓમાં ગાઝાના બાળકો ભૂખ અને રોગચાળાનો સામનો કરી રહ્યા છે, કુપોષણને કારણે કેટલાક બાળકો ખોડખાંપણ સાથે જન્મી રહ્યા છે.
⭕ 400 દિવસથી ગાઝામાં બળતણ અને ગેસનો પુરવઠો બંધ છે, લોકો રસોઈ બનાવવા માટે લાકડા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી રોગો ફેલાઈ રહ્યા છે, અને આ સંસાધનો પણ હવે ખતમ થવાને આરે છે.
⭕ 400 દિવસથી હજારો લોકો ગુમ છે, જેમના વિશે કોઈ સમાચાર નથી કે તેઓ જીવતા છે, શહીદ થઈ ગયા છે કે કાટમાળ નીચે દબાયેલા છે.
⭕ 400 દિવસથી હજારો શહીદોના શવ અને કેટલાક ઈજાગ્રસ્તો કાટમાળ નીચે દબાયેલા છે, અને તેમને બહાર કાઢવા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ નથી.
⭕ 400 દિવસથી કબ્રસ્તાનો ભરાઈ ગયા છે, અને શહીદોને સામાન્ય રસ્તાઓ, શાળાઓ, બગીચાઓ અને હોસ્પિટલોમાં દફનાવવા પડી રહ્યા છે.
⭕ 400 દિવસથી કેટલાક શહીદો અને ઈજાગ્રસ્તો રસ્તાઓ પર પડ્યા છે, જેમને કૂતરાઓ ફાડી ખાડી રહ્યા છે, કારણ કે તેમને દફનાવવા કે ત્યાંથી હટાવવા અશક્ય બની ગયું છે.
⭕ 400 દિવસથી ઈજાગ્રસ્તો હોસ્પિટલ સુધી સરકીને કે ચાલીને પહોંચી રહ્યા છે કારણ કે તેમને લઈ જવા માટે કોઈ વાહન ઉપલબ્ધ નથી.
⭕ 400 દિવસથી લાખો બેઘર લોકો તંબુઓમાં રહી રહ્યા છે, જ્યાં ઠંડી અને વરસાદથી બચવાની કોઈ વ્યવસ્થા નથી, અને તેઓ વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે.
⭕ 400 દિવસથી ગાઝાના લોકો પોતાનું સર્વસ્વ છોડીને લાચાર હાલતમાં એક નાનકડા વિસ્તારમાં એકઠા થયા છે, અને પરિસ્થિતિ એવી છે જાણે કયામતનો મંજર (દ્રશ્ય) હોય.
⭕ 400 દિવસથી ગાઝાના લોકો ભય, ભૂખ અને કેદનું જીવન જીવી રહ્યા છે, અને તેમના માટે મૃત્યુ હવે જીવન કરતાં વધુ શાંતિપૂર્ણ દેખાય છે.
*અલ્લાહ તે લોકોને હિદાયત (સદબુદ્ધિ) આપે જેઓ ગાઝાના મઝલૂમો (પીડિતો) ને સાથ આપવામાં બેદરકાર છે.*